9 કિમીના રોડ શોનો માર્ગ દુલ્હનની જેમ શણગારાયો, શહેરીજનોમાં અનોખો ઉત્સાહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: દર વર્ષે રાજકોટવાસીઓને પીવાના પાણીની જે તકલીફ પડતી હતી તે હવે દૂર થવા જઈ રહી છે. સૌની યોજના હેઠળ રાજકોટવાસીઓને ચોમાસા પહેલા જ આજીડેમ ભરેલો જોવા મળશે એવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલું વચન ચરિતાર્થ થતું જોવા મળી રહ્યું છે. નર્મદાના નીરથી રાજકોટના આજીડેમને 9 ફૂટ જેટલો ભરી દેવામાં આવ્યો છે.
મોદી આજે આજીમાં નર્મદાના નીર પ્રજાને અર્પણ કરશે
 
સૌની યોજનાના સ્વપ્નદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આજીડેમનું આ પાણી રાજકોટની પ્રજાને અર્પણ કરશે. આ પ્રસંગે સમગ્ર રાજકોટ શહેર તો સજાવાયું છે જ. આ સાથે જ આજીડેમ, સભા સ્થળ અને આસપાસના વિસ્તારની બુધવારે રાત્રે ડ્રોનથી લેવાયેલી તસવીરમાં અદભૂત, અલૌકિક અને ઐતિહાસિક નજારો જોવા મળતો હતો. રાત્રિના 1 વાગ્યા સુધી લોકો હાથ પડ્યું તે વાહન લઈને રોશની જોવા નીકળી પડ્યા હતા.
 
આગળ વાંચો: શહેરના રસ્તા પર મધરાતે જાણે સૂરજ ઊગ્યો