તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરરાજ 7 દુકાનના શટર ઊંચકાવી 65 હજારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: રવિવારે રાતે ગોંડલ બાયપાસ ચોકડી નજીક સતાધાર કોમ્પ્લેક્સમાં ત્રાટકેલા તસ્કરો એક સાથે 7 દુકાનના શટર ઊંચકાવીને રોડકા રૂ.65 હજારની માલમતા ઉસેડી ગયા હતા. સીસીટીવીમાં 3 બુકાનીધારી કેદ થઇ ગયા છે, રૈયાચોકડીની જેમ અહીં પણ સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી ગયા હતા. પોલીસના સઘન પેેટ્રોલિંગના દાવા વચ્ચે તસ્કરો 4 દિવસમાં 17 દુકાનમાં ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી ગયા છે. નોંધનીય છે કે કોમ્પેલેક્સમાં 52 ઓફિસ અને દુકાન હોવા છતા એક પણ ચોકિદાર નથી. 

ગણેશ સોસાયટીમાં રહેતા અને ગોંડલ બાયપાસ ચોકડીએ સતાધાર કોમ્પ્લેક્સમાં પહેલા માળે મોમાઇ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા વિજય હરિભાઇ સુસરા સોમવારે સવારે 7:30 કલાકે ઓફિસે ગયા ત્યારે શટર ઊંચકાવેલું હતું, તપાસ કરતા આસપાસની અન્ય કેટલીક ઓફિસમાં પણ શટર ઊંચકાવીને ચોરી થયાનું માલૂમ પડતા પોલીસને જાણ કરી હતી. એક સાથે 7 દુકાનમાં ચોરી થયાની જાણ થતાં પીઅાઇ વી.કે.ગઢવી, પીએસઆઇ એમ.જે.ધાંધલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે કરેલી તપાસમાં મોડી રાતે 2:54 કલાકે કોમ્પ્લેક્સમાં પ્રવેશેલા 3 બુકાનીધારીએ  કોમ્પ્લેક્સમાં લગાવાયેલા 3 સીસીટીવી કેમેરા તોડ્યા પછી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો વિજયભાઇ સુસરાની મોમાઇ એન્ટરપ્રાઇઝ, ખોડાભાઇ જૈતાભાઇ સેંગલિયાની દ્વારકેશ એન્ટરપ્રાઇઝ, અશોકભાઇ મુકેશભાઇ ધ્રાંગાની માધવ એન્ટરપ્રાઇઝ અને સંજય પટેલની શિવમ એન્ટરપ્રાઇઝમાંથી  કુલ રૂ.65 હજાર રોકડાનો હાથફેરો કરી ગયાનું ખુલ્યું છે. 
અન્ય સમાચારો પણ છે...