2016માં બ્રાઝિલમાં રિયો ઓલિમ્પિક માટેની ભારતીય તરણટીમની પસંદગી રાજકોટમાં થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બ્રાઝિલ જનાર તરણટીમની પસંદગી રાજકોટમાં થશે
-28 ઓક્ટોબરથી રાજકોટમાં નેશનલ તરણસ્પર્ધા

રાજકોટ:2016માં બ્રાઝિલમાં રિયો ઓલિમ્પિક તરણસ્પર્ધા માટેની ભારતીય ટીમની પસંદગી રાજકોટમાં થશે. આ પસંદગી માટે આગામી 28મી ઓક્ટોબરથી ચાર દિવસ સુધી રાજકોટના આંગણે નેશનલ ચેમ્પિયનશિપ રાખવામાં આવી છે.
રિયો ઓલિમ્પિક તરણ સ્પર્ધા માટે દેશના સ્પર્ધકોની પસંદગી માટેની આ ચેમ્પિયનશિપ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મ્યુનિ. કમિશનર વિજય નેહરા, મેયર રક્ષાબેન બોળિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ એક્વાટિક દ્વારા રાજકોટ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને રાજકોટ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે 28મી ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 69મી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્પિયનશિપનો મુખ્ય ઉદેશ એ છે કે, 2016માં બ્રાઝિલ ખાતે રિયો ઓલમ્પિક તરણસ્પર્ધા યોજાવાની છે. તેમા ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા ક્યાં સ્પર્ધકને મોકલવા તેની પસંદગી આ ચેમ્પિયનશિપ દરમિયાન કરવામાં આવશે. આટલી મોટી પસંદગી રાજકોટના આંગણે થાય એ નસીબ મળ્યું છે. તરણની વિવિધ ઇવેન્ટમાં 800 જેટલા સ્પર્ધકો ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

મહિલા માટે અલગ સ્વિમિંગ-પૂલ બનશે
રાજકોટના મહિલા મેયર રક્ષાબેન બોળિયાએ પત્રકાર પરિષદ દરમિયાન એક મહત્ત્વની જાહેરાત કરી હતી. નજીકના ભવિષ્યમાં લેડીઝ માટે અલગથી સ્વિમિંગ-પૂલ બનાવવામાં આવશે. તેના માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનનો સહયોગ મળશે. જમીન મહાપાલિકા આપશે, જ્યારે સ્વિમિંગ-પૂલ બનાવવાનો તમામ ખર્ચ એસોસિએશન કરે એવી તૈયારી દર્શાવી છે.
અન્ય સમાચારો પણ છે...