તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલથી ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ આખરી તૈયારીમાં વ્યસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારર્કિદીમાં અત્યંત મહત્ત્વના પડાવ સમાન ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ આવતીકાલ તા.8 માર્ચને મંગળવારથી શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં 103679 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તા.22 માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષાના સરળ સંચાલન માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ઘડેલા એકશન પ્લાન મુજબની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.

- હમ હોંગે કામયાબ: તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ, વિદ્યાર્થીઓ આખરી તૈયારીમાં વ્યસ્ત

આ અગત્યની પરીક્ષાઓ સંદર્ભે વિદ્યાર્થીઓ પણ છેલ્લી તૈયારીઓમાં લાગી ગયા છે.જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર, પરીક્ષાના સંચાલન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષપદ હેઠળ રાજકોટ જિલ્લા પરીક્ષા સમિતીની રચના કરવામાં આવી હતી અને તેમાં સંપૂર્ણ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ વગર ટેન્શને પરીક્ષા આપી શકે અને તેની સાથે જ પરીક્ષા ચોરીના કેસ ન બને તે માટે તંત્ર દ્વારા પર્યાપ્ત પગલાં લેવામાં આવ્યા છે. વિવિધ ચેકિંગ સ્કવોડની રચના કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પરના તમામ બ્લોકમાં પરીક્ષાને લગતી તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે. તેમના જણાવ્યા અનુસાર પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને પુષ્પો સાથે સ્વાગત કરવામાં આવશે અને સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવશે.

કુલ 382 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે

ધોરણ બિલ્ડિંગ બ્લોક પરીક્ષાર્થીઓ
એસએસસી 182 1823 54516
એચએસસી (સા. પ્ર.) 95 833 26889
સેમેસ્ટર-2
એચએસસી (વિ.પ્ર.) 53 557 11335
સેમેસ્ટર-4
એચએસસી (વિ.પ્ર.) 52 555 10939
કુલ 382 3768 103679

CCTV કેમેરા-ટેબ્લેટ નજર રાખશે

પરીક્ષા ચોરી રોકવા માટે તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા તથા ટેબ્લેટ ગોઠવવામાં આવ્યા છે. એચએસસી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4ના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાર્થીઓ પર નજર રાખવામાં આવશે. એચએસસી સામાન્ય પ્રવાહના 65 કેન્દ્રના 579 બ્લોકમાં સીસીટીવી કેમેરા અને 30 કેન્દ્રોના 254 બ્લોકમાં ટેબ્લેટની વ્યવસ્થા છે. એજ રીતે એસએસસીના 121 પરીક્ષા કેન્દ્રોના 1370 બ્લોકમાં સીસીટીવી કેમેરા અને 61 કેન્દ્રોના 453 બ્લોકમાં ટેબ્લેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

પરીક્ષાર્થીઓએ આટલું ધ્યાન રાખવું

વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે 30 મિનિટ અને બાકીના દિવસોમાં 20 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું.
તમામ પરીક્ષાઓ બે ભાગમાં લેવાશે. પ્રથમ ભાગમાં ઓએમઆર પધ્ધતિ મુજબ 50 માર્કસના 50 પ્રશ્નો હશે. તેનો સમય 60 મિનિટનો રહેશે.
10.30થી 10.45નો સમય ઓએમઆર પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રના પાર્ટ-એ અને પાર્ટ-બી વાંચવા માટે આપવામાં આવશે.
10.45થી 11.45 સુધીમાં ઓએમઆરમાં પાર્ટ-એના જવાબો લખવાના રહેશે.
11.45થી 12.00 દરમિયાન પાર્ટ-એની ઓએમઆર અેકત્ર કરી પાર્ટ-બી માટે ઉત્તરવહી તથા બારકોડેડ સ્ટીકરનું વિતરણ કરાશે.
પાર્ટ-બીના જવાબો 12થી 2.00 સુધીમાં લખવાના રહેશે.
ભાષા તથા વિષયોના કોડ નંબર અંગે શાળામાંથી માર્ગદર્શન મેળવી લેવું.
પરીક્ષાર્થીઓએ કાળી શાહીવાળી પેન અચૂક રાખવી. એકસ્ટ્રા પેન સાથે રાખવાનું ચૂકવું નહીં.
મોબાઈલ ફોન પરીક્ષા સ્થળે લઈ જઈ શકાશે નહીં.
અન્ય સમાચારો પણ છે...