સત્સંગ સભા: 85 ટકા મનુષ્યો પશુયોની તરફ ગતિ કરે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સત્સંગ તથા ઇનસેટમાં દાદા ભગવાન)
- આત્મજ્ઞાની દીપકભાઇ દેસાઇની શિબિરમાં મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ ઊમટ્યા
- બીજાને દુ:ખી કરવા, ક્રોધ કરવો, ભાવ કરવો અે રૌદ્ર ધ્યાન કહેવાય: દીપકભાઇ દેસાઇ
રાજકોટ: દાદા ભગવાને કહ્યું છે કે કળિયુગમાં 85 ટકા વસતિ પશુયોની જાનવરગતિમાં જશે. કેમ કે મનુષ્યએ વિષય, વિકાર, લોભ માટે સમજ્યા વગરની દોટ મૂકી છે. પશુયોનીમાં ન જવું હોય તો ઉંધા કરમ બંધ કરો જાગૃત થાવ તેમ શનિવારે સાંજે 7.30થી 10 દરમિયાન મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ ગાયત્રીનગર-4 ખાતે યોજાયેલી સત્સંગ શિબિરમાં શ્રોતાઓને સંબોધતા આત્મજ્ઞાની દીપકભાઇ દેસાઇએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે. શું ખૂંટે છે તે સમજો, ભૂલ ભાંગો ધર્મ અેને કહેવાય જે ક્રોધ, માયા, માન -અપમાન લોભ ઘટાડે તેનાથી પર કરે બીજાને દુ:ખી કરવા, ક્રોધ કરવો કે એવો ભાવ કરવો તે રૌદ્ર ધ્યાન કહેવાય આવું કરવાથી આપણી અધોગતિ થઇ જશે. માનવી પોતાની ભૂલ ભાંગે તો પરમાત્મા થઇ જાય કેમ કે મનુષ્યપણું મળવું મુશ્કેલ છે.
રોદ્ર ધ્યાનને કારણે મનુષ્યપણું ખોઇ બેસવાનો વારો આવે છે. તમારા આત્માને ઓળખો અને સ્વધર્મ પામો વિતરાગી બનવાનો આ એકજ માર્ગ છે. પક્ષાપક્ષીનો તરફદારીનો માર્ગ નથી. પોતાના જ આત્માને ઓળખવાનો અને જાગૃત થવાનો આ માર્ગ છે. સાચી સમજણ મેળવવાનો તેમજ સસારચક્રથી છૂટવાનો આ માર્ગ છે. અક્રમ વિજ્ઞાન એ કોઇ નવો ધર્મ કે સંપ્રદાય નથી પરંતુ વિતરાગ માર્ગ છે. મોક્ષ માટે હાજર તીર્થકર સીમંધર સ્વામી છે. કોઇને દુ:ખી કર્યા પછી જો તમને પાશ્વાતાપ થાય તોય પાછા વળ્યા કહેવાય. આત્મ ધર્મથી મોક્ષ મળે છેે. તેમ પણ દીપકભાઇ દેસાઇએ જણાવ્યું હતું. આજના સત્સંગમાં પાંચેક હજારથી પણ વધુની મેદની ઊમટી પડી હતી. 16 નવેમ્બર રવિવારના સાંજના 5.30 થી 9 સુધી દીપકભાઇ ભેદજ્ઞાનનો પ્રયોગ કરાવશે જયારે 17 નવેમ્બર સોમવારે નિયત સ્થળે સત્સંગ યોજાશે.