તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌ. યુનિ.ની પીવીસીની ખુરશી પામવા પાંચ 'પાંડવ' મેદાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તા લાગુ પડે તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીમાં ઉપકુલપતિની નિમણૂક થવાની સંભાવના

લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તા લાગુ થાય તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીમાં પીવીસી(ઉપકુલપતિ) ની નિમણૂક રાજ્ય સરકાર કરી દે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ઉપકુલપતિ બનવા માટે પાંચ 'પાંડવો' મેદાનમાં હોવાની પણ વિગતો સાંપડી રહી છે પરંતુ, સરકાર પાંચમાંથી કોના પર કુલનાયક તરીકેનો કળશ ઢોળે છે તે સંભવત: આગામી ૪૮ કલાકમાં જાણ થઇ જશે. રાજકોટ શહેર ભાજપ સમિતિ, પૂર્વ કુલપતિનું જૂથ, સરકારમાં બેઠેલા મંત્રી અને વર્તમાન કુલપતિએ પોતપોતાના લાગતા વળગતાઓને પીવીસીનું પદ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે સંભવત: ત્રીજી માર્ચ સુધીમાં આચારસંહિ‌તા લાગુ પડે તે પહેલા પીવીસીનું નામ કદાચ જાહેર થઇ પણ જાય.

-કોણ કોના માટે મહેનત કરી રહ્યું છે

ડો. વિજય દેસાણીની થોડા સમય પહેલા જ સરકારે સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક કરી છે. શહેર ભાજપ સમિતિ એવું ઇચ્છતી હતી કે, ડો. દેસાણીને કુલનાયકનો હોદ્દો મળે. જ્યારે, સરકારમાં બેઠેલા મંત્રી મહિ‌લા સિન્ડિકેટ સભ્ય વર્ષાબેન છીછિયા માટે વગ વાપરતા હોવાની ચર્ચા છે. જ્યારે, એક ટોચના મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ માટે મહેનત કરી રહ્યા છે તો બીજી બાજુ, પૂર્વ કુલપતિ અને પૂર્વ ઉપકુલપતિનું જૂથ ડો. ભરત રામાનુજ ઉપકુલપતિ બને તેવી ઇચ્છા રાખી રહ્યા છે પરંતુ, વર્તમાન કુલપતિ ડો. પાડલિયાની મહેચ્છા છે કે, ડો. ભાવિન કોઠારી અથવા તો ડો. ગિરીશ ભીમાણી બેમાંથી કોઇ એક ઉપકુલપતિ બને. જો કે, આ બધી બાબતો હાલના તબક્કે માત્ર ને માત્ર ચર્ચામાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો