રાજકોટમાં આજે ગરમી ૪૪ ડિગ્રીને વટાવે તેવી આગાહી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આગામી ૪૮ કલાક સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હિ‌ટવેવની અસર રહેશે
- ડિસામાં મહત્તમ તાપમાન ૪૪.૬ ડિગ્રી સુધી પહોંચી ગયું
- સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી, લોકો ત્રાહિ‌મામ
- ઇડરમાં સૌથી વધુ ૪૪.૬, અમદાવાદમાં ૪૩.૨ ડિગ્રી
- હજુ ત્રણથી ચાર દિવસ હિ‌ટ વેવ ચાલુ રહેવાની શક્યતા


રાજકોટ અને અમદાવાદ સહિ‌ત રાજ્યભરમાં આગ દઝાડતી શરૂ થયેલા હિ‌ટવેવની અસર લોકોને હજુ પણ આગામી ૩-૪ દિવસ સુધી સહન કરવી પડશે. જેમાં અમદાવાદ સહિ‌ત અન્ય શહેરોનું તાપમાન ૪૪ ડિગ્રીને પાર કરે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે સોમવારે રાજ્યભરમાં આ સિઝનની સૌથી વધુ રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી. જેમાં સૌથી વધુ તાપમાન ડીસા અને ઇડર ખાતે ૪૪.૬ ડિગ્રી, ભુજ ખાતે ૪૪.૪ અને સુરેન્દ્રનગર ખાતે ૪૪.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન પણ વધીને ૪૩.૨ ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે ખારાઘોડાના અગરિયામાં કામ કરતા ૪૩ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં હિ‌ટવેવની અસર વર્તાઈ રહી છે.

માંડવી-નખત્રાણામાં માવઠું

કચ્છ જિલ્લાના માંડવી અને નખત્રાણા તાલુકાના કેટલાક વિસ્તારોમાં અને માણાવદરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં બપોરે ચાર વાગ્યાના અરસામાં કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન સાથે ઝાપટાં પડયાં હતાં. માંડવીના શેરડી ગામમાં તો લગભગ અડધો ઇંચ વરસાદ થયો હતો. તો કેટલીક જગ્યાએ વીજથાંભલા પણ પડી જતાં ૨૪ કલાક સુધી લાઇટ વિના ગામલોકોએ પસાર કરવા પડયા.

આગળ વાંચો વધુ વિગત