રાજકોટમાં સિમેન્ટ ક્રોંકિટના રોડ સહિ‌ત ૪૦ કરોડના કામ મંજૂર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડેપ્યુટી કમિશનરની નવી પોસ્ટ ઊભી કરાઇ,આવાસ યોજના માટે નવો સ્ટાફ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પમ્પિંગ સ્ટેશન બનાવા,નાનામવા ખાતે સિમેન્ટ ક્રોંકિટ રોડ બનાવવા,ટ્રી ગાર્ડ ખરીદવા જયનાથ હોસ્પિટલથી ૮૦ ફૂટ રોડ સુધી સિમેન્ટ રોડ બનાવવા સહિ‌તના ૪૦ કરોડના કામને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.આજની બેઠકમાં ૨૧ દરખાસ્ત રજૂ થઇ હતી.જે પૈકી પાંચ દરખાસ્તોનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વોર્ડ નં.૨૦માં ગોકુલધામ મેઇન રોડ પર ટીપી પ્લોટ ફરતે ૬.૦૮ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવા,વોર્ડ નં.૧૯માં જયનાથ હોસ્પિટલથી ૮૦ ફૂટના રોડ સુધી દયાનંદ સાગર(વાણિયાવાડી)ને લાગુ વોકળા માર્ગ પર ૨૭.૧પ લાખના ખર્ચે સી.સી.રોડ બનાવવા,વોર્ડ નં.૨૨માં યોગેશ્વર સૂચિત સોસાયટીમાં ૧૧.૩પ લાખના ખર્ચે મેટલિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનર (ટેકનિકલ) ની નવી જગ્યા ઊભી કરવા,આવાસ યોજના માટે ૨૦ કર્મચારીઓનું નવું સેટઅપ મંજૂર કરવામાં આવ્યું હતું.હાલમાં મનપાના ત્રણ ડેપ્યુટી કમિશનર છે.નવી પોસ્ટ મંજૂર થતાં આ સંખ્યા ચાર પર પહોંચી છે.ટેકનિકલ કામોના મોનિટરિંગ માટે કાયમી ધોરણે વ્યવસ્થા જાળવવા ડેપ્યુટી કમિશનરની પોસ્ટ મંજૂર કરાઇ છે. વોર્ડ નં.૬માં મણીનગર,શિવનગર સોસાયટીના મુખ્ય માર્ગો પર ૩૭.૧૩ લાખના ખર્ચે મેટલિંગ કરવામાં આવશે.ગાર્ડન શાખા માટે ૮.૨૦ લાખના ખર્ચે ૧૦૦૦ ટ્રી ગાર્ડ ખરીદવાની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.આજની બેઠકમાં કોંગ્રેસ દ્વારા ડે. કમિશનરની નવી જગ્યા,આવાસ યોજના માટે ૨૦ના સ્ટાફનું નવું સેટઅપ ઊભું કરવા,વોર્ડ નં.૧૩માં સિમેન્ટ ક્રોંકિટ રોડ બનાવવા બી.આર.ટી.એસ. પર ૭.૧૨ કરોડના ખર્ચે કન્સલટન્ટને સોંપવા તથા ઝૂમાં કન્સલટન્ટની સેવા લેવા સહિ‌તની દરખાસ્તોનો વિરોધ કરાયો હતો.