પોલીસની ચાંપતી નજર, ચાર વેપારીઓને દારૂ પીધેલા ઝડપી પાડ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પડધરી પોલીસે ચારેય વેપારીની ધરપકડ કરી કાર કબજે લીધી પડધરીના તરઘડી ગામ પાસેથી મોડી રાત્રે પોલીસે રાજકોટના ચાર વેપારીને કાર સાથે દારૂ પીધેલી હાલતમા ઝડપી લીધા હતા. પડધરી પોલીસનો સ્ટાફ તરઘડી ગામ પાસે ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા. ત્યારે હાઇવે પર જીજે.૩એનડી.૭૫૫૧ નંબરની વોકસ વેગન કાર સપૉકારે નીકળતા પોલીસે કારને આંતરી હતી. તપાસ કરતા કારમાં બેઠેલા ચાલક સહિત ચારેય શખ્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પૂછપરછમાં કેની કાંતીભાઇ મકાતી (રે.જલારામ સોસાયટી-૨), સમીર ઇન્દુભાઇ ઉપાધ્યાય (રે.લક્ષ્મીવાડી-૯), પીયૂષ ભગવાનજી ફળદુ (રે.મધુવન સોસાયટી-૫) તથા અજય નંદાભાઇ તન્ના (રે.લક્ષ્મીવાડી-૯) હોવાનું તેમજ ચારેય વેપારી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પટેલ પરિવારના સંતાનોને પેટની બીમારી તાંત્રિક વિધિથી દૂર કરી દેવાના બહાને રૂ.૧ એક લાખ પડાવવાના પ્રકરણમાં પોલીસે ભાવનગરના ગોબર ભીખા મકવાણાને પકડી પાડ્યો હતો.