૩ વર્ષમાં વધુ ૨૫ લાખ ક્વાર્ટર બનાવાની મોદીની જાહેરાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં જો ફરી ભાજપની સરકાર આવશે તો આવતા ત્રણ વર્ષની અંદર વધુ ૨પ લાખ ક્વાર્ટર બનાવીને ગરીબોને ઘરનું ઘર આપવામાં આવશે એવી એક જાહેરાત આજે રાજકોટમાં મનપા દ્વારા નિર્માણ થનાર ૨૬૨૪ ક્વાર્ટરની આવાસ યોજનાઓના ભૂમિપૂજન વખતે મુખ્યમંત્રી મોદીએ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના ૪૦ વર્ષના શાસનમાં માત્ર ૧૦ લાખ ક્વાર્ટર જ બન્યા હતા. મારી સરકારમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૬ લાખ મકાન બની ચૂક્યા છે.

રાજકોટના રૂખડિયાપરા, કુબલિયાપરા અને રૈયાધાર વિસ્તારમાં ઇન-સી-ટુ યોજના(ઝૂંપડપટ્ટીની જગ્યાએ જ આવાસ) યોજના હેઠળ મહાપાલિકા ૨૬૨૪ ક્વાર્ટર બનાવવા જઇ રહી છે. આ યોજનાનું ભૂમપિૂજન આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસના ૪૦ વર્ષના શાસનમાં ૧૦ લાખ ક્વાર્ટર બન્યા હતા. મારા ૧૦ વર્ષના શાસનમાં ૧૬ લાખ ક્વાર્ટર બની ચૂક્યા છે અને આવતા ત્રણ વર્ષમાં વધુ ૨પ લાખ ક્વાર્ટર બનાવવનું મારું લક્ષ્ય છે. કોંગ્રેસની જેમ માત્ર વચન આપવામાં ભાજપ માનતો નથી. ભાજપ યોજના બનાવે છે. તેનુ ખાતમુહૂર્ત પણ કરે છે.

- ગેસના બાટલા’ય લઇ લેનાર કોંગ્રેસ ક્યાં મોઢે ‘ઘરના ઘર’ની વાત કરે છે : મોદી

ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો જે મહિલાના નામે મિલકત નથી તેઓને ઘરનું ઘર આપવાની ચૂંટણીલક્ષી જાહેરાત કોંગ્રેસે કરી છે. કોંગ્રેસની આ જાહેરાતને મોદીએ જુઠ્ઠાણુ ગણાવ્યું છે. મોદીએ એવો કટાક્ષ કર્યો હતો કે, આ એ જ કોંગ્રેસ છે જેણે ગેસના બાટલા પણ લઇ લીધા, એ શું ઘરનું ઘર આપશે?

- હાઉસિંગ બોર્ડ ૧૩ માળના ૮ બિલ્ડિંગ બનાવશે

મનપાની આવાસ યોજનાના ભૂમપિૂજનમાં મોદીએ એક જાહેરાત એવી પણ કરી હતી કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રાજકોટમાં પ્રથમવખત બહુમાળી મકાનનું નિર્માણ કરશે. મુંજકામાં ટીપી સ્કીમ નં. ૧૦માં ૧૦ હજાર ચો.મી. જમીન પર ૧૩ માળના ૮ ટાવર(બિલ્ડિંગ) અને તેમા ૪૧૬ ફ્લેટ બનશે.