તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 22 Crore To Be Sought Only 6.85 Crore Trakamanthi Material Lutayo

ટ્રકમાંથી માલ લુટાયો ૨૨ કરોડનો ફરિયાદ થઇ માત્ર ૬.૮૫ કરોડની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોટાભાગનું સોનું-ચાંદી બે નંબરી હોવાથી તે માલની ફરિયાદ ન થઈ શકી

અમદાવાદથી સોનું-ચાંદી ભરીને રાજકોટ આવી રહેલા આંગડિયા પેઢીના ટ્રકમાં ગઇકાલે બગોદરા પાસે થયેલી લૂંટની ઘટનામાં સત્તાવાર ફરિયાદ તો ૬.૮૫ કરોડ રૂપિયાનો માલ લૂંટાવાની થઇ છે. પણ, રાજકોટના સોની બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વાસ્તવમાં તેમાં રૂ. ૨૨ કરોડની કિંમતના સોનું-ચાંદી હતા. પણ, મોટાભાગનો માલ બે નંબરી હોવાને કારણે ફરિયાદમાં તેનો ઉલ્લેખ નથી કરી શકાયો. લૂંટની આ ઘટનાને પગલે રાજકોટની સોની બજારમાં ઉચાટની લાગણી ફેલાઇ છે.

બગોદરા પાસે ગઇકાલે અમદાવાદથી ઇશ્વર બેચરદાસ આંગડિયા પેઢીનો રાજકોટ આવી રહેલો ટ્રક લૂંટાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ટ્રક સોનું-ચાંદી ભરીને રાજકોટ આવતો હતો અને લૂંટાયેલો બધો માલ રાજકોટના સોનીઓને ડિલિવર કરવાનો હતો. એ સંજોગોમાં લૂંટના સમાચાર મળતા જ રાજકોટની સોની બજારમાં સન્નાટો પ્રસરી ગયો હતો. અનેક વેપારીઓ ઉતાવળે ઘટનાસ્થળે અને બાદમાં બગોદરા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

આગળ વાંચો : લૂંટની ઘટના બાદ સોની વેપારીઓ ચિંતિત, ‘ઘા’ પચાવી જશું : સોનીઓનો વિશ્વાસ