તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાટીમંત્રી (પંચાયત)ની પરીક્ષામાં બે પ્રશ્નના તમામ જવાબ ખોટા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પ્રશ્નપત્રમાં અક્ષમ્ય ભૂલ રહી ગયાની ઊઠતી ફરિયાદ
-પ્રશ્ન નંબર ૧ અને ૯૩ માં આપેલા ચારેય જવાબ ખોટા હોવાનો વિદ્યાર્થીનો દાવો


ગત રવિવારે લેવાયેલી તલાટીમંત્રી (પંચાયત) ની પરીક્ષામાં બે પ્રશ્નના જવાબરૂપે આપવામાં આવેલ તમામ ઓપ્શન ખોટા હોવાનો એક વિદ્યાર્થીએ દાવો કર્યો છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર ૧ અને ૯૩માં ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા. જે ચારે ચાર ખોટા હોવાનું અને તેના બદલે અલગ જ જવાબ હોવાનું પણ વિદ્યાર્થીએ જણાવ્યું હતું. પ્રશ્ન નં. ૧માં સવાલ પુછાયો હતો કે ૧ મીટર ઊંચાઇના મકાનની ટોચ પરથી મકાનથી અમુક અંતરે જમીન પર ઊભેલા એક બાળકનો અવસેધકોણ ૪પ ડિગ્રી હોય, તો તે બાળક મકાનથી કેટલા મીટર દૂર હશે ? આ પ્રશ્નના જવાબ માટે ચાર ઓપ્શન ૧પ, ૧૦, ૨૦ અને પ આપવામાં આવ્યા છે.

જો કે આ પ્રશ્નનો સાચો જવાબ ૧ હોવાનો પરીક્ષા આપનાર ઉમેદવારે દાવો કર્યો છે. આ ઉપરાંત પ્રશ્ન નંબર ૯૩ માં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં સંગતતા એબીસી સમરૂપતા પીક્યુઆર છે. જો એબી = ૧૨, એબીસી = ૩૬ અને પીક્યુઆર = ૬૪ તો પીક્યુ = શું ? તેના ચાર ઓપ્શનમાં ૮, ૧૨, ૬૪ અને ૧૬ આપવામાં આવ્યા છે. જો કે ઉપરોક્ત પ્રશ્નનો સાચો જવાબ ૨૧.૩૩ હોવાનું ઉમેદવારે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો