‘દસ કા દમ’: કોલકાતા ટેસ્ટ મેચમાં ૧૦નો જાદુઈ આંક છવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોલકાતા ટેસ્ટ મેચમાં ૧૦નો જાદુઈ આંક છવાયો
- સચિન હંમેશા ૧૦ નંબરનું ટી-શર્ટ જ પહેરે છે, તેનો મનપસંદ આંક પણ ૧૦
- પ્રથમ બે દિવસમાં સર્વત્ર ૧૦ના આંકડાનો જાદુ જોવા મળ્યો


કલકત્તામાં ચાલી રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ સચિન તેન્ડુલકરના કારણે ઐતિહાસિક બની રહી છે. કારણ કે, આ સચિનની છેલ્લી ટેસ્ટ સિરીઝ છે. સચિન પોતાની 199મી ટેસ્ટ રમી રહ્યો છે. આ ટેસ્ટમાં સચિનને 10 રને ખોટો આઉટ અપાતા વિવાદ સર્જાયો છે. આ કારણોસર મેચના અમ્પાયર ટીકાઓનો ભોગ બની રહ્યા છે. પણ આંકડાની માયાજાળ અને સચિનનો 10ના આંકડા સાથેનો એક ગજબ સંયોગ જવાબદાર છે તેના 10 રને આઉટ થવા માટે.

સચિનનો ફેવરિટ નંબર 10 છે. તે 10 નંબરની જર્સી પહેરે છે. તેની જન્મતારીખનો આંક પણ 10 આવે છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો કે, કેવી રીતે વિન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં છવાયેલો રહ્યો છે આ દસનો આંક.?અને કેમ સચિન દસ રનના સ્કોર પર જ આઉટ થયો?