રાણપુરા | રાણપુર ગામની પોસ્ટ ઓફિસ મિનારા મસ્જીદ સામેના મેડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુરા | રાણપુર ગામની પોસ્ટ ઓફિસ મિનારા મસ્જીદ સામેના મેડા ઉપર બીજા માળે આવેલી છે. આ પોસ્ટ ઓિફસ બીજા માળે હોવાથી બાળકો, વૃદ્ધો અને અપંગોને નીચેથી ઉપર દાદરા ચડી ને જવુ પડે છે. આ દાદરા ચડતા મોટી ઉમરાના વૃદ્ધ લોકો, બાળકો અને અપંગો દાદરા પરથી પડ્યા હોવાના બનાવો અવારનવાર બનતા હોય છે. આથી પોસ્ટ ઓફીસ બીજા માળે હોવાથી ખુબ મશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે રાણપુરના લોકોની માંગણી છે કે પોસ્ટ ઓફીસને બીજા માળે થી તાત્કાલીક નીચે લાવવામા આવે તો જ લોકોને પડતી મુશ્કેલીમાં રાહત થાય તેમ છે. અને બાળકો, વૃધ્ધો અને અપંગ લોકોને પડતી મુશ્કેલીનો અંત આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...