તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખસ ગામે જુગાર રમતા ચાર શકુની શખ્સ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં પોલીસે પૂર્વ બાતમીના આઘારે રાત્રે રેડ પાડી 4 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના ખસ ગામની સીમમા જુગાર રમાતા હોવાની રાણપુર પોલીસને મળેલી પૂર્વ બાતમીના આઘારે તા.15-4-19ના રોજ રાત્રે ખસ ગામની સીમમા રેડ પાડતા જાહેરમા ગંજીપાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમતા ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રૂ.11160, ગંજીપાના, બે મોટરસાઈકલ કિ.રૂ.55000 મળી કુલ રૂ.66160નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે રેડ દરમિયાન પ્રવિણ દિપુભાઈ ઘાડવી કોળી ઉ.વ.21 રહે. પાળવી, ભુપત ભીમજીભાઈ વડોદરીયા પગી, ઉ.વ.24 રહે.ખસ, દિનેશ કાનજીભાઈ વાઘેલા ઉ.વ.43 રહે.ખસ અને શાંતિભાઈ ખાચર ઉ.વ.45 રહે. ખસ વાળાને ઝડપી પાડી જુગાર ઘારાનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હેડકોસ્ટેબલ સવજીભાઈ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...