ખાણ ખનીજના અધિકારીઓને ધમકી આપી ભૂમાફિયા વાહનો છોડાવી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર તાલુકાના ગઢીયા ગામ પાસે ભાદર નદીના પટમાંથી ભુમાફીયાઓ લોડર અને ટ્રેક્ટરથી ખનીજની હેરાફેરી કરતા હોવાની રાણપુર પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ભાદર નદીમાં તા.12ને રવિવારના રોજ દરોડા પાડતાં પોલીસે 5 ટ્રેક્ટર જપ્ત કરી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાણપુર પાસેથી પસાર થતી ભાદર નદીની રેતી ભુમાફીયોઓએ ખોદી નાખી ને આ રેતી છેક શિહોર, પાલીતાણા સુધી વેચાય છે.

ત્યારે રાણપુર તાલુકાના ગઢીયા ગામે રેતી ચોરી પકડવા ગયેલી અમરેલી અને બોટાદની ખાણખનીજની ટીમે 5 ટ્રેક્ટર જેમાં સાદી રેતી ખનીજ 4-4 મેટ્રિક ટનની ખનીજ ચોરી કરતા રેઈડ દરમ્યાન પોલીસે જપ્ત કર્યા હતા. આ રેઈડ દરમ્યાન આરોપીઓ પોલીસ ખાણખનીજ અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો, ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ટ્રેક્ટર અને લોડર છોડાવી જતા રહેતા રાણપુર પોલીસે બનાભાઈ જેશીંગભાઈ સાટીયા, રહે.દેરડી. તા. રાણપુર લોડર માલીક, કાનાભાઈ કેહાભાઈ સાટીયા રહે.સાળંગપુર, નાથાભાઈ રાહાભાઈ સિંઘવ રહે.બોટાદ નેસડામા, ધવલભાઈ હરીભાઈ સિંઘવ બોટાદ ખારામાં અને તપાસમાં નીકળે તે ટ્રેક્ટરના ડ્રાઈવર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા વાહનો ભૂમાફિયા ધમકી આપી છોડાવી ગયા હતા. -તસવીર કેતનસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...