તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Ranpur
  • કારને ઓવરટેક કરવા જતાં બાઈક છકડા સાથે અથડાઇ, ત્રણ ઘ‌વાયા

કારને ઓવરટેક કરવા જતાં બાઈક છકડા સાથે અથડાઇ, ત્રણ ઘ‌વાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા લીંબડી હાઈવે ઉપર વાસણા ગામની નજીક ઝાંઝરકા પાટીયા પાસે બાઈક ચાલકે આગળ જતી કારની સાઈડ કાપવા જતા સામેથી આવતા છકડા સાથે અથડાઇ હતી. જેમાં ત્રણ લોકો ઘવાયા હતા. અકસ્માતની જાણ થતા ધંધુકા 108ની ટીમ ઘટનાસ્થળે પહોચી ઈજાગ્રસ્તોને ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલે સારવાર માટે લઇ ગઇ હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધંધુકા લીંબડી હાઈવે ઉપર ધંધુકાથી ચાર કિ.મી. વાસણા ગામ નજીક ઝાંઝરકાના પાટીયા પાસે રવિવારે સવારે 11 કલાકે બાઇક ચાલકે આગળ જતી કારને ઓવરટેક કરવા જતા સામેથી આવતા છકડા સાથે ભટકાઇ હતી. આવામાં છકડા ચાલકે શોર્ટ બ્રેક મારતા તે પલટી મારતી ચાલક પણ જમીન પર પટકાયો હતો. જ્યારે બાઇક ચાલક અને સવારને પણ ઇજાઓ પહોંચી હતી. આથી ધંધુકા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભાવુભાઈ નાનુભાઈ સોનારા (રહે.વાસણાવાળા)એ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

બાઇક અથડાતા છકડો પણ પલટી ખાઇ જતા 3 લોકો ઇજાગ્રસ્ત બન્યા.

અન્ય સમાચારો પણ છે...