Divya Bhaskar

Home » Saurashtra » Botad » Ranpur » Ranpur - રાજપરા ગામે ઘરમાં પાણી ભરાવા મુદ્દે મારામારી થતાં યુવાન ગંભીર

રાજપરા ગામે ઘરમાં પાણી ભરાવા મુદ્દે મારામારી થતાં યુવાન ગંભીર

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:11 AM

પાડોસીની મોટરનું પાણી ફળિયામાં ભરાવાના મુદ્દે ઝગડો થયો હતો

  • Ranpur - રાજપરા ગામે ઘરમાં પાણી ભરાવા મુદ્દે મારામારી થતાં યુવાન ગંભીર
    રાણપુર તાલુકાના રાજપરા ગામે આડોસી પાડોસી બે પરીવાર વચ્ચે ફળીયામા પાણી ભરાવા મુદ્દે વારંવાર ઝગડો થતો હતો આ ઝગડાએ મોટુ સ્વરૂપ ધારણ કરતા તીક્ષ્ણ હથીયાર વડે મારામારી થતા એક યુવકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો હતો.

    પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના રાજપરા ગામે ભરતભાઈ છગનભાઈ પંચાળા (કોળી) અને તેમના પાડોસી ભુપતભાઈ ધરજીયા વચ્ચે મકાનમાં પાણી ભરાવાના મુદ્દે વારંવાર ઝગડાઓ થતા હતા આ મુદ્દે તા. 14/9/18ના રાત્રીન 9 કલાકે ભુપતભાઈ ધરજીયા એ તેમના ઘરમા આવેલ ડારની મોટર શરૂ કરતા તેનું પાણી ભરતભાઈના મકાનના ફળીયામાં આવી જતા બન્ને વચ્ચે બોલાચાલી થતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભુપતભાઈ રામજીભાઈ ધરજીયા, ગીતાબેન ભુપભાઈ, લાલાભાઈ ભુપતભાઈ, આરતીબેન લાલાભાઈ અને ભાવુબેન ભુપતભાઈના દીકરી તમામે એકસંપ કરી ધારીયા અને પાઈપ વડે ભરતભાઈ છગનભાઈ પંચાળા અને તેમના પરીવાર ઉપર હુમલો કરતા ભરતભાઈ ને માથાના ભાગે અને હાથે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.

    આ અંગે ભરતભાઈ પંચાળા (કોળી) ઉ.વર્ષ.36 રહે. રાજપરા એ ઉપરોક્ત પાંચેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાવતા આગળની તપાસ રાણપુર પી.એસ.આઈ. વી.એમ.કામળીયા ચલાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending