તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણપુરના ગોવિંદસિંહ ડાભીની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન તરીકે વરણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધી મૂલ્યો વિચારોને વરેલા અને ત્રણ દાયકાથી ખાદી રચનાત્મક ક્ષેત્રે કાર્યરત અગ્રણી લોકસેવક ગોવિંદસિંહ ડાભીની ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન તરીકે વરણી થઈ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભુમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મૂનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના તેઓ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આર્થિક અને સામાજિક રીતે વંચિત બહેનોને સ્વરોજગારી આપવાનુ ઉમદા કાર્ય ગુજરાતની એકમાત્ર ઊની ખાદીની આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે

ગોવિંદસિંહ ડાભીનો જન્મ 26 જૂન 1959ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના જવારજ ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા સહકારી ક્ષેત્રના આગેવાન દાજીભાઇ ડાભી. નાનપણથી જ સંસ્કાર સિંચન કરનાર હતા. અમદાવાદથી ગ્રેજ્યુએટ થઈને 1985માં ગુંદી આશ્રમ સ્થિત ભાલ નળકાંઠા સઘન ક્ષેત્ર સમિતિમાં અદનાં કાર્યકર તરીકે જોડાયા હતા. તેઓ દરરોજ જવારજથી ગુંદી સાયકલ પર જતા હતા. અંબુભાઈ શાહ, કાશીબેન મહેતા, હરિવલ્લભભાઈ મહેતા, દાદાજીભાઈ ડાભી, કમળાબેન શાહ, હરિભાઈ ચોંસલા, જેવા સેવાભાવી અગ્રણીઓની છત્રછાયામાં જીવન ઘડતર થયું. 1987મા રાણપુર ખાતે ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળમાં સેલ્સમેન તરીકે જોડાયા હતા. સ્વબળે આ સંસ્થાનાં સેક્રેટરી અને ચેરમેન પદે પહોંચેલા ગોવિંદસિંહ ડાભીની પ્રેરણાથી સંસ્થાને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓના ભગીરથ પ્રયાસો અને પરિશ્રમ થકી સંસ્થાને ભારતભરમાં આગવી પ્રતિષ્ઠા અને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. કારીગરોને આખુ વર્ષ પૂરતી રોજગારી મળી રહે તેવા એમના સતત પ્રયાસો રહે છે. ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, પોલિસ વિભાગ દ્વારા સવિશેષ સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે. ગોવિંદસિંહએ ખાદી ગ્રામોદ્યોગ આયોગ (વેસ્ટ ઝોન) તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે પણ પ્રશંસનીય સેવા આપી છે. રાણપુરમાં મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં વિવિધ સ્મૃતિ કાર્યક્રમોનાં આયોજનમાં એમનો હરહંમેશ લાગણીભર્યા સહયોગ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો