તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની વાવડી શાળામાં જિલ્લાકક્ષાનું વિજ્ઞાન, ગણિતનું પ્રદર્શન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર તાલુકાના નાનીવાવડી ગામની પ્રા. અને મા.શાળામાં GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદ, જિ.પં. શિક્ષણ સમિતિ બોટાદ, શ્રી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પરિવાર રાણપુરના સંયુક્ત ઉપક્રમે પ્રા. અને મા.શાળા- ઉ.મા.શાળાઓનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનું ત્રિ દિવસીય પ્રદર્શન યોજાયું હતું. જેનો શુભારંભ બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસિંઘ સાંદુએ જણાવ્યું કે, શિક્ષણ કાર્યમાં ગુણવત્તા આવે તે માટે શિક્ષકોઓ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ મહેનત કરતા હોઈ છે અને આ મહેનત થકી વિદ્યાર્થીઓના જુદા જુદા કૌશલ્યનો વિકાસ થાય છે. ડો.વિક્રમ સારાભાઈના જીવન અને કવન વિશે ટુંકી માહિતી આપી ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ જિ.પંચાયત ઉપપ્રમુખ હિંમતભાઈ કટારીયાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરયેલી કૃત્તિઓ માટે તેમનું શિલ્ડ આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમની સ્વાગતવિધિ ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય હીરેન ભટ્ટે તેમજ આભારવિધિ રાણપુર ટીપીઓ પ્રવિણસિંહ મોરીએ કરી હતી. આ પ્રદર્શનમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય-સ્વચ્છતા, સંશોધન વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન, વિગેરે અંદાજિત કુલ -૩૬ જેટલી કૃત્તિઓ રજુ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...