પોરબંદરનાં વેપારી યુવાનનો અનોખો રાષ્ટ્રપ્રેમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વેપારી યુવાનની તસવીર)
દેશ પ્રેમ : દેશની રક્ષાકાજે શહિ‌દ થયેલા પરિવારને મદદ કરવાનું કોઇ વિચારતું નથી ત્યારે
સ્વાતંત્ર્ય પર્વનાં દિવસે થયેલા વેપારની કમાણી વેલફેર ફંડને અર્પણ કરી જુદી રીતે ૧પમી ઓગષ્ટ ઉજવી

પોરબંદર:
સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક દીન એમ બે રાષ્ટ્રીય પર્વના દિવસે દેશભકિતનો જુવાળ જોવા મળે છે. દેશની રક્ષા કાજે શહિ‌દ થયેલાઓને તે દિવસે યાદ કરી અને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દેશભકિતના ગીતો સાંભળી અને રોમેરોમમાં દેશભકિત જાગી ઉઠે છે. પરંતુ દેશની રક્ષા કાજે શહિ‌દ થયેલા પરિવારનો આર્થિ‌ક રીતે મદદ કરવાનો વિચાર કોઇ કરતું નથી ત્યારે પોરબંદરના એક બેકર્સ સોપના સંચાલકે ૧પમી ઓગષ્ટના દિવસે થયેલો પોતાનો વેપાર આર્મી વેલ્ફેર ફંડને અપર્ણ કરી અને પોતાનો દેશ પ્રેમ અનોખી રીતે વ્યકત કર્યો હતો.
પોરબંદરના રૂપાળી બા બાગ સામે આવેલ શીવા બેકર્સના નામની દુકાન ધરાવતા કેતનભાઇ ભરાણીયાએ ૧પમી ઓગષ્ટની અનોખી ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. શીવા બેકર્સમાં ૧પમી ઓગષ્ટના દિવસે જે કાંઇ પણ વકરો થાય તે આર્મી વેલ્ફેર ફંડને આપવાનો નિર્ણય કર્યો હતો. પોતાની દુકાનમાં જ બોકસ બનાવી જે કાંઇ વકરો થતો હતો તે ગ્રાહકોને જ તેમના જ હાથે આ બોકસમાં નાંખવા જણાવવામાં આવ્યું હતું. બેકરીની વિવિધ આઇટમો ખરીદવા આવતા ગ્રાહકોએ ખરીદી કર્યા બાદ બેકરી સંચાલકના આ નિર્ણયને બીરદાવ્યો હતો.
સાંજ સુધીમાં આ બેકરીમાં રૂપિયા ર૮૩૬૩ જેવો વકરો થયો હતો તે આજે ચેકથી આર્મી વેલ્ફેર ફંડને અપર્ણ કરવામાં આવ્યો હતો. કેતનભાઇ ભરાણીયાએ એવું જણાવ્યું હતું કે, દેશના સીમાડાઓ સાચવતી વેળાએ શહિ‌દ થયેલા આપણા જવાનોને ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે મદદ રૂપ થવાના હેતુથી ૧પમી ઓગષ્ટના રોજ જે કાંઇ પણ વેપાર થાય તે પુરેપુરો આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ગ્રાહકોનેઅ પણ આ નિર્ણયને આવકારી અને અન્ય લોકો પણ ૧પમી ઓગષ્ટના દિવસે પણ શહિ‌દ જવાનો માટે ફંડ એકત્રીત કરે તેવી લાગણી વ્યકત કરી હતી.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...