ખાપટ નજીક રીક્ષા પલટી જતા બે મહિ‌લાઓને ઈજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રીક્ષાચાલકોની બેદરકારીને કારણે અકસ્માત સર્જા‍યો

પોરબંદરથી કોલીખડા જઈ રહેલી રીક્ષા ખાપટ નજીક પલટી મારી જતા રીક્ષામાં બેઠેલી બે મહિ‌લાઓને ઈજા પહોંચી હતી અને તેઓને તાત્કાલીક સારવારઅર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. રીક્ષાચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જા‍યો હોવાનું કહેવાય છે.

અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ કોલીખડા ગામે રહેતા પુરીબેન જેઠાભાઈ મકવાણા અને આદિત્યાણા ગામે રહેતા મેણીબેન વાલાભાઈ ભરડીયા પોરબંદરથી રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા એ દરમિયાન રીક્ષાચાલકની બેદરકારીને કારણે રીક્ષાપલટી મારી ગઈ હતી. રીક્ષામાં બેઠેલી આ બન્ને મહિ‌લાઓને ઈજા પહોંચતા સારવારઅર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર-ખાપટ રોડ ઉપર રીક્ષાચાલકો બેફામ રીતે રીક્ષા ચલાવતા હોય, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જા‍ય છે.