તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણા નજીક અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું મોત નિપજયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ ખાતે રહેતું એક દંપતિ આજે સવારે મોટર સાયકલ લઈને ભાયાવદર જઈ રહ્યા હતા એ દરમિયાન કુતિયાણા નજીક મોટર સાયકલમાં થડકો આવતા પાછળ બેઠેલી પરિણીતા નીચે પટકાઈ હતી અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવારઅર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.

રાણાવાવના જડેશ્વર મંદિર પાસે રહેતો મનસુખ પરમાર નામનો યુવાન અને તેમની પત્ની દક્ષાબેન આજે મોટર સાયકલ લઈને દિવાળી કરવા માટે ભાયાવદર જતા હતા એ દરમિયાન કુતિયાણા નેશનલ હાઈવે ઉપર લીરબાઈ પરોઠા હાઉસ પાસે એકાએક ખાડો આવતા મોટર સાયકલની પાછળ બેઠેલી મનસુખભાઈની પત્ની દક્ષાબેન નીચે પટકાઈ હતી અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવારઅર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.