પોરબંદર: ચણામાં સુકારાનાં રોગથી ખેડૂતો ચિંતીત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નુકસાની| ચોમાસામાં ભાદર, ઓઝતનાં પાણી ફરી વળ્યાં બાદ ઘેડ પંથકમાં એક માત્ર ચણાનો પાક ખેડૂતો માટે આધાર છે ત્યારે
- પાક મેળવવા મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવા અને મજૂરીનો ખર્ચ ચૂકવવા છતાં પણ પરીણામ શૂન્ય રહેતા ધરતીપુત્રો હેરાન

પોરબંદર: કુતિયાણા તાલુકાના અમુક ગામડાઓમાં માત્ર શિયાળુ પાક જ લેવામાં આવે છે અને આ વર્ષે વધારે પ્રમાણમાં ખેડૂતોએ ચણાના પાકનું વાવેતર કર્યું છે. પરંતુ ખેડૂતો ને પાકમાં દવા-બિયારણ અને મજુરીખર્ચ મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોના ચણાના પાકમાં સુકાળા નામનો રોગ ફરી વળ્યો છે. જેમાંથી ઉભા પાક સુકાઈ જવા લાગ્યા છે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ઠંડી કે ગરમી કે વરસાદનો સામનો કરીને સખત મહેનત કરતા હોય છે. ત્યારે જ ખેડૂતોને કુદરતી આફતનો ભોગ બનવો પડે છે. ખેડૂતોને પોતાનો પાક મેળવવા માટે મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવા તેમજ મજુરીનો ખર્ચ વધારે પ્રમાણમાં આવતો હોય છે. છતાં આવી કુદરતી આફતોથી પરિણામ શૂન્ય મળે છે.

ત્યારે આવું જ કુતિયાણા તાલુકાના ગામડાઓમાં જોવા મળ્યું છે કે જ્યાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો ખેડૂતોના ખેતરોમાં થાય છે. જેથી તે ચોમાસાનો પાક લઈ શકતા નથી અને શિયાળુ પાકનું વાવેતર કરે છે. કુતિયાણા તાલુકામાં આવેલા ગામડાઓના ચોમાસામાં વધારે પ્રમાણમાં પાણી ફરી વળે છે. ત્યારે આ પાણીનો સંગ્રહ ખેડુતોના ખેતરોમાં થાય છે. આથી તેમાં વાવેતર નિષ્ફળ જાય છે અને ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવે છે.

ધારાસભ્યની કૃષિમંત્રીને રજૂઆત

આ અંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને કૃષિમંત્રીને રજૂઆત કરી છે કે, ચણાના પાકમાં રોગ પ્રતિકારક દવાનો હવાઈ છંટકાવ કરવા માંગ કરી છે. જેનાથી ખેડૂતોના ઉભા પાકને બચાવી શકાય અને તેમને આર્થિક નુકસાનનો સામનો ન કરવો પડે તેવી માંગણી કરવામાં આવી છે.