તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાઠીયાવાડી 'વીર’ની વિરતા, અશ્વ શોમાં બન્યો અવ્વલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉત્તમ કાઠીયાવાડી ઔલાદનો 'વિર’ અશ્વ શોમાં અવ્વલ
- પોરબંદરના ખારવા યુવાનનો 'વિર’ નામના અશ્વએ અંબારા અને સુરત ખાતેના અશ્વ શો માં મેદાન માર્યું

ઉત્તમ કાઠીયાવાડી ઔલાદના અશ્વો ધીરે-ધીરે લુપ્ત થતા જાય છે ત્યારે તેમને બચાવવા માટે અશ્વપ્રેમીઓ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પોરબંદર પંથકમાં પણ કાઠીયાવાડી ઔલાદના અશ્વો જોવા મળે છે ત્યારે પોરબંદરના ખારવા યુવાનનો ઉત્તમ કાઠીયાવાડી ઔલાદનો અશ્વ 'વિર’ એ અંબારા અને સુરત ખાતે યોજાયેલા અશ્વ શો માં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા અને મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ વિમલ દેવશીભાઈ ભાદ્રેચાએ આજથી ૬ વર્ષ પૂર્વે કાઠીયાવાડી અશ્વનું વછેરૂ ખરીદ્યું હતું. અને તેમને 'વિર’ નામ આપ્યું હતું. ઉત્તમ કાઠીયાવાડી ઔલાદના અશ્વએ અશ્વ શો માં સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તાજેતરમાં અંબારા ખાતે મહાકાળી અશ્વ મેળોનું આયોજન કરાયું હતું. જેમાં વિર અશ્વ પ્રથમ નંબરે રહ્યો હતો. આ ઉપરાંત તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે અશ્વ સોસાયટી આયોજીત અશ્વ શોમાં વિર અશ્વને ઉત્તમ કાઠીયાવાડી અશ્વનું પ્રથમ કક્ષાનું બીરૂદ મળ્યું હતું.

આગળ વાંચો વધુ વિગત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો