તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુદામાપુરી પર્યટકોથી ઉભરાઇ, હોટેલોમાં હાઉસફૂલના પાટીયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વેકેશનની મજા : દિવાળીથી લાભ પાંચમ સુધી પોરબંદરમાં સહેલાણીઓનાં ધામા
- ગેસ્ટ હાઉસ, હોટેલો અને રેસ્ટોરન્ટમાં હાઉસફૂલના પાટીયા


સોમનાથ અને દ્વારકાની વચ્ચે પોરબંદર શહેર આવતું હોય. તેમજ અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ અને સુદામાજીની ભૂમિ હોવાને કારણે દ્વારકા, સોમનાથ જતા પર્યટકો અચૂકપણે પોરબંદરની મુલાકાત લે છે. દિવાળીના તહેવારમાં લાભપાંચમ સુધી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. હાલ દિવાળીનું વેકેશન હોવાથી ગુજરાત ઉપરાંત દેશના અન્ય પ્રાંતના લોકો દ્વારકા અને સોમનાથની મુલાકાતની સાથે સુદામાપુરીની પણ મુલાકાત લઈ રહ્યા છે. જેને કારણે પોરબંદર પર્યટકોથી ઉભરાઈ રહ્યું છે. સુદામા મંદિર ખાતે તેમજ ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિરે દિવસ દરમિયાન પર્યટકોની ચહલપહલ સતત જોવા મળે છે. આ ઉપરાંત હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસમાં પણ પર્યટકોની ભીડ જોવા મળે છે.

અહીં આવતા પર્યટકો ઐતિહાસિક સ્થળો ઉપરાંત ચોપાટીનું સૌંદર્ય માણવા પણ પહોંચી જાય છે. ધોમ ધખતા તાપમાં પણ પર્યટકો સમુદ્રની લહેરોમાં પોતાના પગ ભીંજવતા જોવા મળે છે. મોડી સાંજ સુધી અહીંની ચોપાટી ઉપર પર્યટકો વિહરતા નજરે પડે છે. રેસ્ટોરન્ટના માલિકોએ એવું જણાવ્યું હતું કે, સામાન્ય દિવસો કરતા હાલ દિવાળીના તહેવારના કારણે પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. જેને કારણે ખાણીપીણીના ધંધામાં પણ તેજી જોવા મળે છે. પોરબંદરને પ્રવાસનક્ષેત્રે વિકસાવવાની વાતો આમ તો ઘણા સમયથી થઈ રહી છે, પરંતુ નક્કર કોઈ કામગીરી થતી નથી.

પોરબંદરમાં સુદામા મંદિર, કર્તિી મંદિર, હરિ મંદિર આ ત્રણેય સ્થળો ઉપરાંત ચોપાટી પણ આવેલી છે. પ્રવાસન ક્ષેત્રે પોરબંદરને વિકસાવવામાં આવે તો આર્થિ‌ક અર્થતંત્ર પણ મજબુત બને તેમ છે, તેવો મત પણ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. માધવપુર નજીક આવેલા દરિયાનો બીચ પણ અતિ રમણીય હોવાથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે લોકો સમુદ્ર સ્નાનનો લ્હાવો લેવા અહીં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે.