લોકશાહીનું મહાપર્વ, પોરબંદર લોકસભાની બેઠક માટે આજે મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેમની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી તે લોકસભાની ચૂંટણી આવતીકાલે તા. ૩૦ મી એપ્રિલ બુધવારના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણીતંત્ર સજ્જ બની ગયું છે તો રાજકીય પક્ષો અંતિમ ઘડીએ મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો પણ હાથ ધર્યા છે. પોરબંદર લોકસભાની બેઠક ઉપર ૧૪ જેટલા ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. એન.સી.પી., ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે તેવું લાગી રહ્યું છે. આવતીકાલે જ્યારે તા. ૩૦ એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ૧૪ ઉમેદવારનું ભાવિ ઈ.વી.એમ. માં કેદ થશે.

પોરબંદર લોકસભા બેઠકમાં પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા જ્યારે જુનાગઢ જિલ્લાની કેશોદ અને માણાવદર અને રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ગોંડલ એમ ત્રણ વિધાનસભાનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર કુલ ૧પ,૩૭,૪૭૪ મતદારો છે. આવતીકાલે તા. ૩૦ મી એપ્રિલના રોજ ચૂંટણી હોય, જેને લઈને તંત્રએ તમામ તૈયારીઓ આટોપી લીધી છે અને અઢી હજાર જેટલા સ્ટાફને પોલીંગ બુથ ઉપર રવાના કરી દેવામાં આવ્યા છે.