માછીમારો પ્રત્યે વડાપ્રધાનને સંવેદના છે : રાજનાથસિંઘ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આગમનની તક : ગૃહપ્રધાનની મુલાકાત વેળાએ માછીમારોનો મુદ્દો ઉછળ્યો
- કેન્દ્રિય ગૃહપ્રધાનનાં નિવેદનથી પાક.માંથી બોટ મુક્તિની આશા ઉજળી

પોરબંદર : પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય માછીમારો અને બોટોના અપહરણ કરવામાં આવે છે, જેને કારણે મત્સ્યોદ્યોગને જબરો ફટકો પડે છે અને ખાસ કરીને બોટમુક્તિનો મુદ્દો છેલ્લા 10 વર્ષથી ટલ્લે ચડ્યો છે. પાકિસ્તાન દ્વારા એક પણ બોટને મુક્ત કરવામાં આવતી નથી. આ બાબતે અવારનવાર અગાઉની યુ.પી.એ. સરકારને પણ રજૂઆતો કરાઈ હતી તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ ભાજપની સરકાર આવી છે ત્યારે બોટમુક્તિની આશા ઉજળી બની છે. તેવા સમયે પોરબંદરની મુલાકાતે આવેલા કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંઘે માછીમારોના પ્રશ્ને એવું જણાવ્યું હતું કે, “”વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માછીમારો પ્રત્યે સંવેદના છે અને ખાસ કરીને બોટ અપહરણના પ્રશ્ને કેન્દ્ર સરકાર પણ ચિન્તીત છે’’

કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે દરિયાઈ સુરક્ષાના મુદ્દે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ ચર્ચાઓ કરી હતી અને ત્યારબાદ તેઓ કિર્તી મંદિર ખાતે આવ્યા હતા એ સમયે પત્રકારોએ પાકિસ્તાન દ્વારા ભારતીય બોટ અને માછીમારોનાં અપહરણ કરી જવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે કેવા પગલા ભરશે ? તેવું પુછતાં રાજનાથસિંઘે એવું જણાવ્યું હતું કે, માછીમારોના પ્રશ્ને કેન્દ્ર સરકાર ચિન્તીત છે અને એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માછીમારો પ્રત્યે સંવેદના છે. માછીમારોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે.
આગળ વાંચો, પગરખાં ગેઈટ નજીક જ ઉતાર્યા, ને પ્રવાસી મહિલા અકળાઈ ઉઠી