તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Porbandar: With Weapons To Free From Robbery Gang Caught

પોરબંદર : શસ્ત્રો સાથે ગાડીમાં ધાડ પાડવા નીકળેલા ગેંગ ઝડપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શસ્ત્રો સાથે બોલેરા ગાડીમાં ધાડ પાડવા નીકળેલા ૧૨ શખ્સો ઝડપાઈ ગયા

પોરબંદર ગત મોડી રાત્રીના ખારવા પ્રૌઢની બુટલેગરે હત્યા કરી હતી. બુટલેગર સહિતના સાત શખ્સો હત્યા કરીને નાસી છુટયા હતા તેને ઝડપી લેવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. એ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે માધવાણી કોલેજ નજીક શંકાસ્પદ જણાતી એક બોલેરો કારને રોકીને તલાશી લેતા તેમાંથી લાકડી, પાઈપ, કુહાડી જેવા હથીયારો સાથે બાર શખ્સો મળી આવ્યા હતા અને આ ગેંગ ધાડ પાડવાને ઈરાદે નીકળી હોવાની શંકા જતા પોલીસે તેમની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. આ શખ્સોની ધરપકડને પગલે અત્યાર સુધીની અનેક વણઉકેલ લૂંટના ભેદ ખુલવાની સંભાવના છે.

પોરબંદર જિલ્લામાં ગત મોડી રાત્રીના નાકાબંધી કરવામાં આવી હતી. એ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. સરવૈયા સહિતનો સ્ટાફ વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાન ત્યાંથી પસાર થતી બોલેરો કાર નં. જીજે ૦૨ વીવી ૪૫૩૨ ને શંકાના આધારે રોકીને પુછપરછ કરતા તેમાં રહેલા શખ્સો સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બોલેરો કારની તલાશી લેતા તેમાંથી ૧૨ જેટલા શખ્સો મળી આવ્યા હતા તેમજ બે લાકડી, લોખંડનો પાઈપ, કુહાડો, મરચાની ભૂકી, પથ્થરો ભરેલા કોથળા મળી આવતા આ શખ્સો ધાડ પાડવાના ઈરાદે નીકળ્યા હોવાની શંકા દ્રઢ બની હતી.

આગળ વાંચો : પોલીસે પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ઝડપાયેલી ધાડપાડુ ગેંગના સભ્યોના નામ