પોરબંદરની હોસ્પિટલમાં શરાબીઓએ મચાવી ધમાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દારૂડીયા અને અસામાજીક તત્વો અવારનવાર ધમાલ મચાવતા હોય છે, જેને કારણે અહીં સારવાર લેવા આવતા દર્દીઓની સલામતી જોખમાઈ રહી છે. ગઈકાલે બે દારૂડીયા હોસ્પિટલમાં ચડી આવ્યા હતા અને તેમને સિક્યુરીટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કરતા ધમાલ મચાવી હતી. જો કે અન્ય સિક્યુરીટી ગાર્ડના જવાનો આવી જતા આ બન્ને શખ્સો નાસી છુટયા હતા.

જો કે પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના પાછળના ગેઈટે ગઈકાલે બપોરના પ્રદિપ અને મુકેશ ઉર્ફે મુકો નામના બે શખ્સો ધસી આવ્યા હતા. આથી સિક્યુરીટી ગાર્ડે તેમને રોકવાનો પ્રયત્ન કરતા તેમણે ભુંડી ગાળો આપી ધાકધમકી આપીને ધમાલ મચવવાનું શરૂ કરી દીધું હતું.

આ ઘટનાની જાણ અન્ય સિક્યુરીટી ગાર્ડને થતા તેઓ દોડી આવ્યા હતા જેથી આ બન્ને શખ્સો ભાગી છુટયા હતા. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને પ્રદિપ નામના શખ્સને ઝડપી લીધો હતો અને અન્ય શખ્સની શોધખોળ આદરી છે.