• Gujarati News
  • Porbandar Distric BJP's Commitiys President Appoiment

પોરબંદર જિલ્લા ભાજપના સાત મંડળોના પ્રમુખોની વરણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોરબંદર શહેર ભાજપ પ્રમુખ તરીકે હિતેશ ઠકરાર : તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિક્રમભાઈ ઓડેદરાની વરણી

પોરબંદર જિલ્લા ભાજપ સાત મંડળના પ્રમુખોની વરણી આજે કરવામાં આવી હતી. પોરબંદર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા તાલુકાના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. ત્રણેય તાલુકાના ભાજપ પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી કરવામાં આવી હતી. ભાજપના નિરીક્ષકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રમુખોની વરણી કરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લા ભાજપના સાત મંડળના પ્રમુખની વરણી કરવા અંગે આજે જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને અને નિરીક્ષક મુકેશભાઈ દાસાણીએ પોરબંદર જિલ્લા સંગઠન સંરચના અધિકારી વિરમભાઈ કારાવદરા, સહ અધિકારી નાથુભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

જેમાં પોરબંદર શહેર ભાજપના પ્રમુખ તરીકે હિતેશભાઈ નાથુભાઈ ઠકરાર, પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વિક્રમભાઈ ઓડેદરા, છાંયા શહેર ભાજપના પ્રમુખ ભીખુભાઈ ગૌસ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી જેમને પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

આ જ રીતે રાણાવાવ ખાતે રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ભાજપના પ્રમુખની વરણી જિલ્લાના પ્રભારી નીરૂબેન કાંબલિયા, સહપ્રભારી ભરતભાઈ ગાજીપરા, ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા અને પ્રદેશ કારોબારી સભ્ય પરેશભાઈ ટેવાણીની ઉપસ્થિતિમાં રાણાવાવ શહેર ભાજપના પ્રમુખ તરીકે અરજણભાઈ સામતભાઈ ઓડેદરા, રાણાવાવ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નાનજીભાઈ એમ. કરગથીયા, કુતિયાણા શહેર ભાજપના પ્રમુખ તરીકે નેભાભાઈ ગોરસેરા અને કુતિયાણા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ભરતભાઈ જીવાભાઈ ઓડેદરાની વરણી કરવામાં આવી હતી.