તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Porbandar Corporation 'Operation Dimolisana', Bulldozer Fairy Valyum

પોરબંદરમાં પાલિકાનું ‘ઓપરેશન ડીમોલીશન’, બુલડોઝર ફેરી વળ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું : પોલીસ કાફલા સાથે નગરપાલિકાએ કામગીરી હાથ ધરી

પોરબંદર શહેરમાં અનેક સ્થળોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસરરીતે પેશકદમી કરી લેવામાં આવી છે. આ પેશકદમી દૂર કરવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે આજે સરકારી ગોડાઉન નજીક જાહેર માર્ગો ઉપર જ પાકા મકાનો ચણી દઈને દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગેની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ નગરપાલિકાએ પોલીસ કાફલા સાથે ઓપરેશન ડીમોલીશન હાથ ધર્યું હતું અને પાકા મકાનો અને વરંડા ઉપર બુલડોઝર ફેરવીને આ જાહેર માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

પોરબંદરના ઝવેરી બંગલા અને સરકારી ગોડાઉન પાસેના જાહેરમાર્ગો ઉપર કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરીને જાહેર માર્ગ બંધ કરી દીધો હતો. જેને કારણે આસપાસના લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ બાબતે જેઠાલાલ પરસોતમ દત્તાણીએ આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા અંગે નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી હતી. અંતે આજે ચીફ ઓફિસર આર.જે. હુદડના માર્ગદર્શન હેઠળ સીનીયર કલાર્ક અતુલભાઈ કારીયા, એન્જીનીયર ગોરસીયા સહિતના નગરપાલિકાના અધિકારીઓએ પોલીસ કાફલા સાથે આ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરી હતી.

ઘણા લાંબા સમયથી જાહેર માર્ગો ઉપર પેશકદમી કરવામાં આવી હતી આજે નગરપાલિકાએ પેશકદમી ઉપર બુલડોઝર ફેરવીને અંદાજે ૫૦૦ વાર જેટલી જગ્યા ખુલ્લી કરીને બંધ થયેલો જાહેરમાર્ગ ખુલ્લો કરાવ્યો હતો. ડીમોલીશનની કામગીરી સવારથી જ હાથ ધરવામાં આવી હતી.

આગળ વાંચો : ફરિયાદીની પેશકદમી પણ દૂર કરાઈ !, ભુતકાળમાં પણ અહીં ડીમોલીશન કરાયું હતું