પોરબંદર: અડવાણા પાસે કાર પલટી જતા એક નું મોત, બે ને ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અકસ્માત | ઈજાગ્રસ્તોને પોરબંદર હોસ્પિટલમાં ખસેડાયા

અડવાણા: પોરબંદર જિલ્લાના અડવાણા નજીક આવેલી રાવલ ત્રણ ગોલાઈ પાસે આજે સવારે એક કાર પલટી જતા અડવાણા ગામના એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને તાત્કાલીક સારવારઅર્થે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ અડવાણા ગામે રહેતા સામતભાઈ લાખણશીભાઈ મોઢવાડિયા પોતાની કાર લઈને બે મિત્રો સાથે ખીરસરા તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન રાવલ ત્રણ ગોલાઈ નજીક કાર પલટી મારી જતા સામતભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે આ કારમાં બેઠેલા કેશુભાઈ નાથાભાઈ કુછડીયા અને રમેશભાઈ નામના બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલીક સારવારઅર્થે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા અડવાણા ગામના મહિલા સરપંચના પતિ ભીખુભાઈ સહિતના આગેવાનો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી.