તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસ્થિર મગજની જનેતાએ બે માસની બાળકીને કૂવામાં ફેંકી દીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના પારાવાડા ગામે આજે સવારે અસ્થિર મગજની મહિ‌લાએ પોતાની બે માસની ફૂલ જેવી બાળકીને કૂવામાં ફેંકી દઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડની મદદથી બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ કરૂણ બનાવની જાણવા મળતી વિગત મુજબ બગવદર તાબાના પારાવાડા ગામે રહેતા ભરતભાઈ મોઢવાડીયાની પત્ની રેખાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્થિર હોય, આજે સવારે તેમણે પોતાની જ કુખે જન્મેલી બે માસની બાળકી વીરલને એકાએક પોતાની જ વાડીમાં આવેલા કૂવામાં ફેંકી દીધી હતી. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ હતપ્રભ બની ગયા હતા અને તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરતા પોરબંદરની ફાયર બ્રિગેડ દોડી ગયું હતું અને ફાયર બ્રિગેડના જવાનોને કૂવામાં ફેંકી દીધેલી ફૂલ જેવી બાળકીનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

આ ઘટનાની જાણ થતા બગવદર પોલીસ મથકનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ બનાવની તપાસ હાથ ધરી હતી. કૂવામાં પોતાની બાળકીને ફેંકી દેનાર પરિણીતા રેખાબેન છેલ્લા ઘણા લાંબા સમયથી માનસિક બિમારીથી પીડાતા હોય, આ બિમારીને કારણે તેમણે આજે સવારે એકાએક પોતાની માનસિક સમતુલના ગુમાવી હતી જેને કારણે આ ઘટના બની હતી. બે માસની બાળકી વિરલને કૂવામાં ફેંકી દેતા આ બનાવને લઈને નાના એવા પારાવાડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.