તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવના મોકર નજીક રીક્ષા પલટી જતા અમરેલીનાં યુવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તાવડી ભરીને જતા હતા એ જ દરમિયાન અકસ્માત સર્જા‍યો

રાણાવાવ નજીકના મોકર ગામ પાસે આજે તાવડી ભરેલી છકડો રીક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જા‍યો હતો, જેમાં અમરેલીના એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવારઅર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવારમળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.

મુળ અમરેલીનો અને છેલ્લા કેટલાક સમયથી રાણાવાવના મોકર ગામે તાવડી વેચવાનો વ્યવસાય કરતો ભીખા જવેર રાઠોડ (ઉ.વ. ૪૦) નામનો યુવાન આજે છકડો રીક્ષામાં તાવડી ભરીને રાણાવાવ તરફ આવી રહ્યો હતો એ જ દરમિયાન મોકર નજીક જ રીક્ષા પલટી મારી જતા ભીખા રાઠોડને ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેઓને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવારઅર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. આ અંગેની જાણ અમરેલી ખાતે રહેતા તેમના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પોરબંદર ખાતે દોડી આવ્યા હતા અને આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટે પ્રામાણિકતા દાખવી
યુવાનને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી પોરબંદર ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને આ મૃતક યુવાનના ખિસ્સામાંથી કેટલીક રોકડ રકમ મળી આવતા રાણાવાવ ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ ગીરીરાજસિંહે પ્રામાણિકતા દાખવીને આ રકમ તેમના પરિવારજનોને સુપ્રત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો