• Gujarati News
  • Mahatma Gandhi Home Smruti Bhavan In And Library In Bad Condition

હે રામ..ગાંધી જન્મભૂમિમાં સ્મૃતિભવન અને ગ્રંથાલય-સંગ્રહાલયની દયનીય દશા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યોગ્ય જાળવણીનો અભાવ ગાંધીજીનાં નામે બનાવેલું સ્મૃતિ ભવન ખંઢેર
- આ સ્મૃતિ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન મોદીનાં હસ્તે કરાયું હતું : વરસાદનાં પાણી આ બંને ઇમારતોમાં ટપકે છે

પોરબંદર: ગાંધી જન્મભૂમી તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદરમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે કરોડો રૂપીયાનાં ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ગાંધી સ્મૃતિભવનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઉદઘાટન ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. અને આ સ્મૃતિભવનનું સંચાલન ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ બિલ્ડીંગની યોગ્ય જાળવણી નહીં થતાં હાલ તેમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે અને ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવતા હોય, આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ-વિવાદો બાદ ગાંધી સ્મૃતિભવનનું નિર્માણ કર્યું. જેમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસ્વીરો તેમજ યાદગાર પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. તેમજ ગાંધીજીના જીવન ઉપર આધારીત પુસ્તકોનું એક ગ્રંથાલય પણ બનાવવામાં આવ્યું છે. કેટલાક પ્રવાસીઓ આ ગાંધી સ્મૃતિભવનની મુલાકાતે પણ આવે છે. આ સ્મૃતિભવનનું સંચાલન રાજ્યસરકારનાં યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. અહીં માત્ર 3 સિક્યુરીટી ગાર્ડ અને 1 સ્વીપર નાં ભરોસે આ સ્મૃતિભવનની જાળવણી કરવામાં આવે છે.

આ ઉપરાંત અહીં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી કાર્યરત કરવામાં આવી. પરંતુ આ સ્મૃતિભવનની કોઈ કારણોસર જાણે જાળવણી જ ન થઈ હોય તેમ મસમોટી તિરાડો પડી ગઈ છે. ગ્રંથાલય અને સ્મૃતિભવનમાં હાલ ચોમાસાનાં સમયમાં પાણી ટપકી રહ્યું છે, જેને કારણે દિવાલોમાં લૂણો લાગી ગયો છે અને ચારો તરફ ભેજ જોવા મળી રહ્યો છે. બહારની બાજુએ જ્યાં ગાંધીજીની પ્રતિમા બેસાડવામાં આવી છે ત્યાંની લોન બળી ગઈ છે અને ફૂલછોડની હાલત પણ દયનીય જોવા મળી રહી છે. આ ગાંધી સ્મૃતિભવનની યોગ્ય જાળવણી નહીં થાય તો ખંઢેર બની જશે.
આગળ વાંચો, જાળવણી માટે અનેક વખત રજૂઆતો કરી છે, શું કહે છે ગાંધી વિચારક