તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર: સુદામાનગરીમાં હર હર મહાદેવનો નાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિવરાત્રી પર્વે છાંયાના પૌરાણિક ચાડેશ્વર, ધીંગેશ્વર મહાદેવ મંદિરે લોકમેળાનું આયોજન
-
આજે શિવાલયોમાં ઓમ નમ: શિવાયનાં નાદ ગૂંજી ઉઠશે

આવતીકાલે મહાશિવરાત્રિના પાવન અવસરે ધામધુમ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરાશે. પોરબંદર શહેર અને જિલ્લાભરના શિવાલયોને રોશની અને ફૂલોનો શણગાર કરવામાં આવશે. આ ઉપરાંત મહા પૂજા તેમજ સવા પાંચ મણ બુંદીના લાડુના દર્શન સહિ‌તના અનેકવિધ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. છાંયા નવાપરા વિસ્તારમાં આવેલા પૌરાણિક ચાડેશ્વર, ધીંગેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના દિવસે હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયના નાદથી શિવાલયો ગાજી ઉઠશે.

દેવોના દેવ મહાદેવની ભક્તિ અને ઉપાસના શ્રાવણ માસ ઉપરાંત શિવરાત્રિના દિવસે પણ કરવામાં આવતી હોય છે. આવતીકાલે તા. ૨૭ મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ હોય, પોરબંદર શહેર અને જિલ્લાભરમાં મહાશિવરાત્રિના મહાપર્વની ઉજવણી કરવા શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના પૌરાણિક ભાવેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, નવાપરામાં આવેલા ચાડેશ્વર-ધીંગેશ્વર મહાદેવના મંદિરને રોશનીથી ઝળહળતા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાદેવને ફૂલનો શણગાર પણ કરવામાં આવ્યો છે.

મહાશિવરાત્રિના પર્વને લઈને જડેશ્વર મહાદેવના મંદિરે સવા પાંચ મણ બુંદીના લાડુ તેમજ ૧૨ જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના ૧૨:૦૦ વાગ્યે મહાઆરતી બાદ શિવભક્તોને પ્રસાદ આપવામાં આવશે. તો પૌરાણિક ભાવેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો માટે સાંજના પાંચ થી મોડી રાત સુધી ફળાહારની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદરના છાંયા-નવાપરા વિસ્તારમાં આવેલા પૌરાણિક ચાડેશ્વર-ધીંગેશ્વરના મહાદેવના મંદિરને રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે અને આવતીકાલે મહાશિવરાત્રિના દિવસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

આગળ વાંચો વધુ વિગત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો