તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Jaidev Grateful To Be Selected For The Indian Cricket Team's Success?

ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી પામનાર જયદેવની સફળતા કોને આભારી?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોરબંદર ડિસ્ટ્રિક્ટ એસો. દ્વારા જયદેવ ઉનડકટનું સન્માન

પોરબંદરની ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રથમ વખત ક્રિકેટનો બોલ હાથમાં લઈને બોલીંગ કરનાર જયદેવ ઉનડકટે ક્રિકેટ ક્ષેત્રે હનુમાન કૂદકો માર્યો હોય તેમ તેમનો ઝીમ્બાબ્વેની સીરીઝમાં ભારતીય ટીમમાં તેમનો સમાવેશ થતા આજે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા જયદેવ ઉનડકટનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સફળતાનો યશ તેમણે પોતાના કોચ, માતા-પિતા અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશને આપ્યો હતો.

ઝીમ્બાબ્વે ખાતેની ક્રિકેટ સીરીઝમાં પોરબંદરના જયદેવ ઉનડકટનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવતા સમગ્ર પોરબંદર માટે આ ગૌરવપૂર્ણ બાબત હોય, ત્યારે આજે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશને જયદેવ ઉનડકટનો ભવ્ય સન્માન સમારોહ નટવરસિંહજી સ્પોર્ટસ ક્લબ ખાતે યોજયો હતો.

આગળ વાંચો: આ સફળતા મારા માતા-પિતાના આશિવૉદ અને કોચના યોગ્ય માર્ગદર્શનને કારણે મળી છે