પોરબંદર: હીટવેવથી જનજીવન અસ્તવ્યસ્ત, ગરમીને કારણે લોકો અકળાઇ ઉઠ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હીટવેવથી જનજીવન અસ્તવ્યસ્ત
- તાપમાન આકરૂં : જિલ્લામાં આગ ઝરતી લૂ અસહ્ય ગરમી અને ભારે ઉકળાટથી લોકો અકળાઇ ઉઠયાં
- તાપમાનનો પારો ઉંચે ચઢતાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ

પોરબંદર જિલ્લામાં આ વર્ષે ભુકા કાઢી નાખે તેવી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી હીટવેવની અસર જોવા મળી રહી છે. જેની સીધી અસર જનજીવન ઉપર પડી છે. તેને કારણે બપોરના સમયે લોકોની અવરજવર ઓછી થાય છે. હજુ બે-ત્રણ દિવસ સુધી આ હીટવેવની અસર જોવા મળશે તેવું જાણવા મળે છે ત્યારે આ આકરા તાપના કારણે લોકો અકળાઈ ઉઠયા છે.

પોરબંદર સહિ‌તના સૌરાષ્ટ્રના શહેરોમાં અને આમ તો ગુજરાતભરમાં હીટવેવની અસર જોવા મળી રહી છે ત્યારે દરિયાકાંઠે વસેલા પોરબંદર શહેરમાં ઉનાળાના સમયમાં ભારે ગરમી પડે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હીટવેવની અસર જોવા મળી રહી છે. બપોરના સમયે આગઝરતી લૂ ના કારણે કામ સીવાય બહાર જવાનું ટાળે છે. હાલ તો ઉનાળાના સમયમાં ગરમીનો લોકો અનુભવ કરતા હોય છે પરંતુ હાલ હીટવેવની અસરના કારણે આગઝરતી લૂ પડી રહી છે, જેની અસર જનજીવન ઉપર પડી છે.n પોરબંદર જિલ્લામાં હાલ તો ઉનાળો શરૂ થયો ત્યારથી તાપમાનનો પારો ૩૦ થી ૩પ ડીગ્રીએ રહે છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો થયો છે અને હીટવેવની અસરને કારણે લોકો અકળાઈ ઉઠયા છે. આ ગરમીના સમયમાં લોકો ખાસ સફેદ વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખે છે તેમજ કોસ્મીક ચશ્મા પહેરે છે. આ ઉપરાંત મહિ‌લાઓ અને યુવતીઓ બુકાની બાંધીને રસ્તા ઉપર જતી નજરે પડે છે. સવારના ૧૦:૦૦ વાગ્યાથી જ આકરો તાપ શરૂ થઈ જાય છે. જેની અસર સાંજના ચાર-પાંચ વાગ્યા સુધી જોવા મળે છે. દિવસભર આકરા તાપથી બચવા માટે લોકો કામ સિવાય બહાર નીકળતા નથી. પરંતુ સાંજ ઢળતા જ રાજમાર્ગો ઉપર લોકોની ચહેલપહેલ વધી જાય છે. આ હીટવેવને કારણે પોરબંદરમાં શહેરીજનોની હાલત કફોડી બની છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...