તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Godhanamam Phadakavalimam Pandya Jatha Against The Police, Including Rao

ગોઢાણામાં ફડાકાવાળીમાં જાથાના પંડયા સહિત સામે પોલીસમાં રાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગ્રામજનો જાથાની કામગીરીથી આક્રોશિત : બગવદર પોલીસ મથકે લેખિત અરજી આપી

ગોઢાણા ગામે વાછરાડાડાના મંદિરના ભુવા લખમણ મસરી ગોઢાણીયા દોરા-ધાગા અને દાણા આપીને ધર્મના નામે ધતિંગ કરે છે, તેવું કહીને વિજ્ઞાન જાથાએ છટકું ગોઠવ્યું હતું અને આ ધતિંગ બંધ કરાવ્યું હતું. આ દરમિયાન એક મહિલાએ ભુવા લખમણ મસરીને ફડાકાવાળી પણ કરી હતી.

આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોય તેમ ગોઢાણા અને આસપાસના વિસ્તારના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને આજે બસ્સો જેટલા વ્યક્તિઓ એકત્રીત થયા હતા અને વિજ્ઞાનજાથાની આ મનમાની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ત્યારબાદ આ ગ્રામજનો બગવદર પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં ભુવા લખમણ મસરી ગોઢાણીયાએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા, વિનોદ વામજા, હિરેન ફળદુ, ચંદુ ધાંધલ, શશીકાંત લોઢીયા, ભાવનાબેન વાઘેલા, લતાબેન કાલાવડીયા અને હષૉબેન ભટ્ટ વિરૂધ્ધ એવી ફરિયાદ અરજી આપી હતી કે, હું પૈસા લઈને દોરા-ધાગા કરતો નથી.

એટલું જ નહીં કોઈને લોખંડની સાંકળથી મારતો પણ નથી. તેમ છતાં વિજ્ઞાન જાથાએ મારી સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરવા ઉપરાંત માર પણ માર્યો હતો. આથી વિજ્ઞાન જાથા સામે પગલા લેવાની માંગણી કરતી એક ફરિયાદ અરજી બગવદર પોલીસને આપી છે.