તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગને કાબૂ કરવામાં તંત્ર વામણું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લાચાર : આગ એની મેળે જ કાબૂમાં થશે : ફાયર ફાઈટરોને રવાના કરી દેવાયા
- ૭૦ કલાક સુધી પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ ન ઠરતા વહિ‌વટી તંત્ર મૂઝવણમાં
- આગ માટે ફાયર નિષ્ણાંતોની મદદ મંગાઈ


પોરબંદરમાં મગફળીના ગોડાઉનમાં શનિવારની રાત્રિના લાગેલી ભીષણ આગ મંગળવારના દિવસે પણ કાબુમાં આવી ન હતી. આથી જામનગરથી ખાસ ફાયર નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ એવું જણાવ્યું હતું કે, આગને કાબુમાં કરવા માટે ફોમનો વધુ પડતો ઉપયોગ કરવો પડે તેમ છે. તદઉપરાંત પાણીનો પણ દુવ્ર્યય થશે. અને હાલ જે મગફળીનો સ્ટોક છે તેને બચાવી શકાય તેવી કોઈ સ્થિતિ ન હોય, આથી પાણીનો મારો બંધ કરી દેવાયો છે અને આગ તેમની મેળે જ કાબુમાં આવશે. પોરબંદરના ઈતિહાસમાં સૌથી મોટી આગ મગફળીના ગોડાઉનમાં લાગી છે. ૭૦ કલાક સુધી ૨૦ થી પણ વધુ ફાયર ફાઈટરથી પાણીનો મારો ચલાવવા છતાં આગ કાબુમાં નહીં આવતા વહીવટીતંત્ર મુંઝવણમાં મુકાયું હતું.

આથી જામનગરથી ફાયરના નિષ્ણાંત વી.કે. બિશ્નોઈને ખાસ પોરબંદર બોલાવવામાં આવ્યા હતા અને તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટર એમ.એ. ગાંધીને એવું જણાવ્યું હતું કે, આગને કાબુમાં કરવા માટે મોટી માત્રામાં ફોમનો ઉપયોગ કરવો પડે તેમજ પાણીનો પણ મારો ચલાવવો પડે. આથી આ આગને બુઝાવવાને બદલે એ ની એ જ સ્થિતિમાં રાખવામાં આવશે તો અંદાજે બે થી ત્રણ દિવસમાં એમની મેળે કાબુમાં આવી જશે. બિશ્નોઈએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, આગને કારણે ગોડાઉનનું બિલ્ડીંગ ૬૦ ટકા જેટલું ડેમેજ થઈ ગયું છે આથી તેની અંદર જઇને આગ બુઝાવવી તે જોખમી બની રહેશે.

અંતે ફાયર નિષ્ણાંતની મુલાકાત બાદ અને તેઓના જણાવ્યા અનુસાર પાણીનો મારો બંધ કરી દેવામાં આવ્યો છે. જામનગર, રાજકોટ અને જુનાગઢથી આવેલા ફાયર ફાઈટરોને રવાના કરી દેવામાં આવ્યા છે જ્યારે ધોરાજી, ઉપલેટા અને પોરબંદર એમ ત્રણ સેન્ટરોના ફાયર ફાઈટરોને સ્ટેન્ડ બાય રખાયા છે. તંત્રની ૭૦ કલાકની જહેમત બાદ પણ આગ કાબુમાં આવી નથી જેને કારણે હવે નિર્ણય એ લેવાયો છે કે આગ તેમની મેળે જ કાબુમાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે કેટલા દિવસે આ આગ કાબુમાં આવશે.

ગોડાઉન ૬૦ ટકા ડેમેજ : ધરાશયી થવાની ભીતિ

મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબુમાં કરવા માટે છેલ્લા ૩ દિવસથી ફાયર બ્રિગેડ કામે લાગ્યું છે. તેમ છતાં ૭૦ કલાકે પણ આગ કાબુમાં આવી નથી. ફાયર નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા છતાં આગ કાબુ કરવામાં નિષ્ફળતા મળી છે. નિષ્ણાંતોના મત મુજબ મોટાભાગનું ગોડાઉન ડેમેજ થઈ ગયું છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

તેલની માત્રા વધી જતા આગ કાબુમાં કરવી મુશ્કેલ

મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આ મગફળીમાંથી તેલ નીકળતું હોય આથી, પાણીનો મારો ચલાવવા છતાં આગ કાબુમાં કરવી મુશ્કેલ બની હતી. પરંતુ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મગફળીમાંથી વધુ પડતું તેલ નીકળતું હોય જેને કારણે આગને કાબુમાં કરી શકાય નહીં. આથી આ આગ તેની મેળે જ કાબુમાં થશે.

આગમાં કોણ દાઝશે ? એક જ ચર્ચા

પોરબંદરમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની મગફળી બળીને ભસ્મીભુત થઈ ગઈ છે, જેને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આગની ઘટનાને પગલે રાજકીય આક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. આગ લાગી છે કે લગાડી છે ? તેવા સવાલોનો જવાબ હજી સુધી મળ્યો નથી. તેવા સમયે આ આગ કોને દઝાડશે ? તેવી ચર્ચાએ જોર પકડયું છે તો બીજી તરફ આ આગની ઘટનાનો ટુંક સમયમાં જ પર્દાફાશ થશે તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો