ગટરનાં ખોદકામથી રસ્તાઓનું કમઠાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિકાસ કામો બન્યાં દુવિધારૂપ : પોરબંદરમાં અલગ- અલગ વિસ્તારોમાં કામોની ભરમાર મુશ્કેલી રૂપ બની
- ખોદકામ કરી પાઇપ લાઇન નાંખવાની ગોકળગાય ગતિથી થતી કામગીરીથી કેટલાક રસ્તાઓ બંધ થઇ ગયાં


પોરબંદર શહેરનો મિશન સીટીમાં સમાવેશ કર્યા બાદ ગરીબ આવાસ યોજના, ભુગર્ભ ગટર અને પાણી પુરવઠા યોજના સહિ‌તના કામોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિકાસના કામો થાય તે એક સારી બાબત છે પરંતુ જે રીતે રસ્તાઓનું ખોદકામ કરીને વિકાસના કામો થઈ રહ્યા છે તે શહેરીજનો માટે દુવિધારૂપ બની ગયા છે, પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ દિવસો સુધી પાઈપલાઈન નાખવામાં આવતી નથી જેને કારણે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

પોરબંદર શહેરમાં વર્ષો જુની પાણી પુરવઠા યોજના અમલમાં છે, જો કે મીશન સીટી અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે નવી પાણી પુરવઠા યોજના સાકાર થવા જઈ રહે છે જેને કારણે લોકોને પુરતા ફોર્સથી પાણી મળી રહેશે. આ ઉપરાંત હાલની જે ગટર યોજના છે તે શહેરીજનો માટે શીરદર્દ સમાન બની રહી છે. ગટરોના પાણી ઉભરાઈને રસ્તા ઉપર વહે છે જેને કારણે ચોમેર ગંદકી જોવા મળે છે જેને લઈને શહેરીજનોના આરોગ્ય ઉપર પણ ખતરો ઉભો થયો છે. હવે પોરબંદર શહેરમાં ભુગર્ભ ગટર અને પાણી પુરવઠા યોજનાનું કામ આગામી વર્ષોને ધ્યાને રાખીને કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે.

વિકાસના કામોને લઈને લોકોને મુશ્કેલી તો સહન કરવી જ પડશે જો કે હાલ જે રીતે આ કામગીરી ચાલી રહી છે તે ગોકળગાયની ગતિએ ચાલી રહી છે તેવા આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે. પોરબંદર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જે.સી.બી. ની મદદથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. સ્વાભાવિક છે કે, કામગીરી ચાલતી હોય એટલે મુશ્કેલી રહે પરંતુ લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ખોદકામ કર્યા બાદ દિવસો સુધી તેમાં પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવતી નથી. જેને કારણે વિનાકારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....