પોરબંદર જિલ્લાની ૧૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં પરિણામ જાહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના જીતના દાવા

તાજેતરમાં યોજાયેલી પોરબંદર જિલ્લાની કુલ ૧૦ ગ્રામ પંચાયતોની ચુંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સોઢાણા, અડવાણા, શીશલી, અમર, દેવડા, માલ, જમરા, અમીપુર, કવલકા અને ભડુલા સહિતની કુલ ૧૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હતી.

જેમાં સોઢાણા ગ્રામ પંચાયતમાં અરભમભાઈ કારાવદરા, અમર ગ્રામ પંચાયતમાં બાલુભાઈ કારાવદરા, દેવડા ગ્રામ પંચાયતમાં માલદેભાઈ ઓડેદરા, માલ ગ્રામ પંચાયતમાં ભરતભાઈ રામભાઈ ઓડેદરા, જમરા ગ્રામ પંચાયતમાં રાજલબેન સુખદેવભાઈ ઝમરીયા, અડવાણા ગ્રામ પંચાયતમાં શાંતિબેન ભીખુભાઈ કારાવદરા, શીશલી ગ્રામ પંચાયતમાં આવડાભાઈ મોઢવાડીયા, અમીપુર ગ્રામ પંચાયતમાં મેરખીભાઈ, કવલકા ગ્રામ પંચાયતમાં કાનાભાઈ ઓડેદરા વિજેતા બન્યા હોવાનું જાણવા મળે છે.