તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિરે ૧૧ લાખની ચલણી નોટનો અનોખો શણગાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં દિપાવલીના પર્વનો ઉત્સાહ અને ઉમંગ છલકાયો હતો. સવારથી જ મહાલક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી હતી, તો પ૧ જેટલા દંપતિઓએ ગણેશજી અને મહાલક્ષ્મીજીની સમુહ પૂજા કરી હતી તેમજ લક્ષ્મીજીને ૧૧ લાખની કરન્સીના શણગારના દર્શન કરીને શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

દિપાવલી એટલે પ્રકાશનું પર્વ...આ દિવાળીની ઉજવણીની સાથે નવા વર્ષને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં આમ તો ધનતેરસથી જ દિવાળીની રોનક બજારમાં દેખાઈ હતી. આજે દિવાળીના દિવસે સવારના સમયે ઘર આંગણે અવનવી રંગોળી બનાવી તેમાં અવનવા રંગો પૂર્યા હતા, તો ઘર, દુકાન અને ઓફિસોમાં લીલા તોરણ બંધાયા હતા.