પોરબંદરમાં જય પરશુરામનાં ગુંજ્યા નાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બેન્ડવાજા સાથે શોભાયાત્રા નિકળી : રૂદ્રાભિષેક, પૂજા-આરતી સહિતનાં કાર્યક્રમો

બ્રહ્ન સમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિની ભવ્યાતભિવ્ય ઉજવણી અખાત્રીજના રોજ કરવામાં આવી હતી. આજે સવારે ગોપનાથ મહાદેવના મંદિર ખાતે રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્ન સમાજ જોડાયો હતો અને ગોપનાથ મહાદેવના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રા જય પરશુરામ...ના ઉદ્ઘોષ સાથે શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી.

ગોપનાથ મહાદેવના મંદિર ખાતે રૂદ્રાભિષેક અને પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ બપોરના ત્રણ કલાકે ગોપનાથ મહાદેવના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ભગવાન પરશુરામના આકર્ષક ફ્લોટ ઉપરાંત બાળકોએ વિવિધ ભગવાનની વેશભૂષા ધારણ કરીને આ શોભાયાત્રાને આકર્ષક બનાવી હતી.

રાણાવાવ પરશુરામ જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી, વાંચવા ફોટો સ્લાઇડ કરો....