પોરબંદર ભાજપમાં ઉત્સવનો માહોલ : લાડુ વહેંચ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પોરબંદર ભાજપમાં ઉત્સવનો માહોલ : લાડુ વહેંચ્યા

ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદીએ આજે જ્યારે ભારતના વડાપ્રધાનપદે શપથ લઈ રહ્યા હતા ત્યારે દેશભરમાં ખુશીનો માહોલ છવાયો હતો, તો તમામ લોકોએ આ ખુશીની મીઠાઈ તથા ફટાકડા ફોડીને આનંદ ઉજવ્યો હતો. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય તથા શહેરના તમામ મહોલ્લાઓ તથા ગલીઓમાં ફટાકડાઓ ફોડી મીઠાઈ વહેંચવામાં આવી હતી.
તો ભાજપ કાર્યકર્તાઓ તથા મહિ‌લાઓ દ્વારા ઘરઆંગણે રંગોળીનું સુશોભન તથા લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપનાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.