પોરબંદર: બોર્ડની પરીક્ષાનો પ્રારંભ , પ્રથમ પેપર સહેલું નિકળ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોરબંદર, માધવપુર અને અડવાણા સહિ‌તના પરીક્ષા કેન્દ્રો ખાતે કુમકુમનું તિલક અને મીઠું મોઢું કરીને છાત્રોને આવકારવામાં આવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આજે પોરબંદર જિલ્લાના અલગ-અલગ કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ નર્ભિયપણે પરીક્ષા આપી શકે તે માટે તેમને
કુમકુમનું તિલક અને મીઠું મોઢું કરાવીને આવકારવામાં આવ્યા હતા. પરીક્ષાનો આજે શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો હતો અને ગુજરાતી તથા નામાના મુળતત્વો તેમજ ભૌતિક વિજ્ઞાનનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર આનંદ જોવા મળતો હતો.

વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું આજે પ્રથમ પેપર હોય, સવારે ૧૦ કલાકે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે નિયત સમયે પહોંચી ગયા હતા. આ વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈને ખોટો ભય ન રહે તે માટે શિક્ષણ વિભાગ તેમજ બ્રહ્મસમાજના મહિ‌લા અગ્રણી ચેતનાબેન તિવારી સહિ‌તની મહિ‌લાઓ તેમજ જે.સી.આઈ. ના સભ્યોએ વિદ્યાર્થીઓને કુમકુમનું તિલક, ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને આવકાર્યા હતા તેમજ સફળતા માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આગળ વાંચો વધુ વિગત