બોખીરીયાની સજા મોકૂફ રાખવા અંગે આજે સુનાવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂ. ૫૪ કરોડની ખનિજ ચોરીના કેસમાં પોરબંદરની ચફિ જયુડીશીયલ કોર્ટે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિત ચાર આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ચૂકાદા સામે બોખીરીયાએ પોતાના વકિલ મારફત પોરબંદરની સેશન્સ કોર્ટમાં એક અપીલ કરી હતી તેમજ જામીન અરજી દાખલ કરી હતી.

આ કેસમાં આજે પોરબંદરની સેશન્સ કોર્ટ સજા મોકૂફ રાખવા અંગેનો નિર્ણય તા. ૬ ઢ્ઢી જુલાઈના રોજ કર્યો હતો અને જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી બોખીરીયાના જામીન મંજુર કર્યા હતા. આવતીકાલે તા. ૬ ઢ્ઢી જુલાઈના રોજ પોરબંદરની સેશન્સ કોર્ટમાં ખનિજ ચોરીના કેસમાં સજા મોકૂફ રાખવા અંગેની સુનાવણી થવાની હોય, આથી પોરબંદર સહિત ગુજરાતભરના રાજકારણમાં આ કેસને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.