પોરબંદર બેઠક ઉપર આજે ભાજપના ઉમેદવાર ઉમેદવારીપત્ર ભરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુદામા ચોક ખાતે હજારો સમર્થકો ઉમટી પડશે : કેબીનેટ મંત્રી બોખીરીયા ઉપસ્થિત રહેશે

પોરબંદર લોકસભા બેઠકની પેટા ચૂંટણીનું ફોર્મ ભરવાની આવતીકાલે અંતિમ તારીખ છે ત્યારે ભાજપના ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. સુદામા ચોક ખાતે હજારોની સંખ્યામાં ભાજપના સમર્થકો ઉમટી પડશે. આજે કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર ભરી દીધું હતું.

પોરબંદર લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે કોંગ્રેસના ઉમેદવાર વિનુ અમીપરાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર વિઠ્ઠલભાઈ રાદડીયા પણ પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. આ પૂર્વે સુદામા ચોક ખાતે હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડશે.

આ ઉમેદવારીપત્ર ભરતી વેળાએ પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ વિજયભાઈ થાનકી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયાની સાથે-સાથે ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે.