તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતમાં મોતને ભેટેલ ત્રણ યુવાનોનું ચક્ષુદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોરબંદરમાં રબારી સમાજમાંથી નેચર ક્લબને મળેલું પહેલું ચક્ષુદાન

નેચર ક્લબ-પોરબંદરને જિલ્લાની બધી જ જ્ઞાતિઓનો ચક્ષુદાનમાં સહકાર મળી રહ્યો છે. બે દિવસ પૂર્વે રાતિયા નજીક થયેલા બસ અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં મૃત્યુ પામેલા રબારી સમાજના દેવાભાઈ કાનાભાઈ મોરી (ઉ.વ. ૪૫) અને ઘેડીયા કોળી સમાજના હરસુખભાઈ માંડાભાઈ મોકરીયા (ઉ.વ. ૨૦) અને દેવાયતભાઈ નગાભાઈ મોકરીયા (ઉ.વ. ૩૫) નું દુ:ખદ અવસાન થયું હતું.

તેમના પરિવારજનોએ તે ત્રણેયના ચક્ષુઓનું દાન દેવાનું નક્કી કરેલ અને આ અંગે નેચર ક્લબને જાણ કરતા ડૉ. નીતિન પોપટ, હર્ષલ ભટ્ટ અને કૌષીકભાઈ આચાર્યએ ત્રણેય સ્વર્ગસ્થના ચક્ષુદાન પોસ્ટ મોર્ટમ રૂમમાં જઈને લીધું હતું. આમ, બીજી જ્ઞાતિઓની જેમ જ રબારી અને કોળી સમાજે પણ જાગૃતિ બતાવી અને આગ ઉપર પણ આવું કાઈક બને તો તરત જ ચક્ષુદાન દેવાની જ્ઞાતજિનોએ તૈયારી બતાવી છે.

નેચર ક્લબે પણ રબારી અને કોળી સમાજના તેમજ કોઈપણ જ્ઞાતિના કીકીને કારણે અંધ વ્યક્તિઓ ફરી દેખતા થાય તે માટે શક્ય બધું જ કરવાની તૈયારી બતાવી છે.